________________
૧૩૬
યુગાદિદેશના. તે નવવનાને પામીને ઈદ્રાણુથી આલિગિત ઈદ્રને પણ તે પતાથી અધિક માન ન હતું.
એક દિવસે રાજાએ બહધાન્યને બેલાવીને કહ્યું:- બધી ચિગ્ય સામગ્રી તૈયાર કરીને તરત લશ્કરની છાવણીમાં આવી જાએ. એટલે તે પણ નમસ્કાર કરીને આવું છું” એમ કહી ઘેર આવ્યા. ત્યાં કરંગીને ગાઢ આલિંગન કરીને સ્નેહ સહિત આ પ્રમાણે કહેવા લાગે:-“હે કાંતે ! આજે તને ઘરે એકલી મૂકીને મારે છાવણમાં જવું પડે તેમ છે; જે તેમ ન કરૂં તો પ્રચંડ શાસનવાળે સ્વામી (રાજા) મારી પર કોપાયમાન થાય.આ પ્રમાણેનાં વચન સાંભળીને તે તન્વી મનમાં વિષાદ લાવી કહેવા લાગી:-“હે જીવિતેશ ! હું પણ તમારી સાથે આવીશ. કારણ કે વાળાની શ્રેણવાળે અગ્નિ સુખે સહન થઈ શકે, પણ હે નાથ ! નિત્ય શરીરને સંતાપ એ તમારે વિયેગ સહન થઈ શકે નહીં. આ પ્રમાણે સાંભળી પ્રામકૂટે તેને કહ્યું કે:-“હે મૃગેક્ષણે ! એ બધું સત્ય છે, તથાપિ તું અહીંજ રહે, મારી સાથે આવવાને વિચાર ન કર. કારણ કે પચ્ચી. લંપટ રાજા કદાચિત તને જુએ, તે તને સ્વાધીન કર્યા સિવાય રહે નહીં. આવું ચીરત્ન જોઈને શકિતમાન પુરૂષ તેને કેમ અનાદર કરે? આ પ્રમાણે કરગીના મનનું સમાધાન કરીને તેને ધનધાન્યયુક્ત ઘર સેંપી બહુધાન્ય તરત છાવણીમાં ચાલ્યા ગયે.
હવે પતિના ગયા પછી કુરગી જાર પુરૂષની સાથે નાના પ્રકારને ભેગ ભેગવતી સતી સ્વૈરિણી થઈને નિશકપણે જ્યાં ત્યાં ફરવા લાગી. નાના પ્રકારના વસ અને ભેજનાદિકથી જાર જનોને ઉપચાર કરતી તેણીએ થડા વખતમાં ઘરને ધન ધાન્યાદિથા ખાલી કરી મૂકયું. પછી છાવણીથી પિતાના પતિને નજીક આવેલે સાંભળીને જરપુરૂષથી સર્વસ્વ લુંટાયેલી એવી તેણી ભયથી મુંઝાવા લાગી. પછી સતીને યોગ્ય વેશ પહેરીને લજજા સહિત તે પિતાના