________________
૧૪૪
યુગાદિદેશના. છે. આ પ્રમાણે વિચાર કરતા અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળે તે લેગેથી વિરક્ત થઈને ચારણમુનિની પાસે ત્યાંજ દીક્ષા અંગીકાર કરશે. પછી તીવ્ર તપ તપતાં નાસિકાના અગ્રભાગપર દૃષ્ટિ રાખીને શુભ આશયથી તે ત્યાંજ કાયોત્સર્ગમાં સ્થિત થશે. - હવે કેટલાક દિવસે પાતાલસુંદરીના વહાણે દેવગે તેજ કીનારાપર આવશે. ત્યાં વહાણમાં બેસનારા લેકે ધન પાણી લેવાને માટે નીચે ઉતરશે, તે વખતે સ્વેચ્છાથી વિલાસસુખ મેળવવાને ઈચ્છતી પાતાલસુંદરી સુકંઠની સાથે સ્નેહપૂર્વક રમતી રમતી વિવિધ વૃક્ષોની શ્રેષ્ઠ છાયાવાળી કુસુમાકર નામના ઉદ્યાનમાં પ્રવેશ કરશે. કૌતુક સહિત તે બગીચાની શોભા જોતાં કાયોત્સ
માં નિશ્ચળ રહેલા અનંગદેવર્ષિ સુકંઠના જોવામાં આવશે. તે વખતે પિતાના પૂર્વના સ્વામી અને મિત્રને જેવાથી સરલ આશયવાળે તે મનમાં પ્રમોદ પામી તેમના ચરણમાં મસ્તક રાખી તે મુનિને વંદન કરશે. મુનિ પણ પિતાના પૂર્વ મિત્રને જોઈ મનમાં હર્ષ પામી તરત કાત્સગ પારીને તેને બેલાવશે. તે વખતે પાતાલસુંદરી વૃક્ષની આડે રહીને તેને જોઈને વિચાર કરશે કે “અહા ! એને સમુદ્રમાં નાખી દીધો હતે છતાં પણ તે તે હજી જીવે છે. તે હવે આ વૈરી સુઠ અત્યારે એની પાસેથી મારું દુષ્કત જાણુને જેટલામાં નાવિક લેકેની અંદર મને ઉઘાડી ન પડે, તેટલામાં એ દુષ્ટને અહીંજ મૂકીને ખરેખર હું મારા સ્વાથ સાધી લઉં! કારણ કે પાણી આવ્યા પૂર્વે કરેલે સેતુબંધ જ વખણાય છે. પછી તે એકદમ દરીઆ કાઠે જઇને “અરે! લેકે ! વહાણમાં બેસીને સત્વર ભાગે. કેમકે યુમ જેવો ભયંકર રાક્ષસ મારી પેઠે આવે છે, તે પાપી સુકને તે એકકેળી કરીને ખાઇયે, અને હું મહાકઝે પુણ્યયેગે અહીં આવતી આવી છું.” આ પ્રમાણે આકસ્મિક ભય ઉત્પન્ન કરીને અત્યંત ઉત્સુક
૧ જુઓ ! ઘડીમાં વહાલો હતા તે વેરી થઈ ગયો.