________________
૧૪ર
યુગાદિદેશના. તેને શેધી (મેળવી) શકશે નહિ. તે વખતે “ હા ! જીવિતેશ્વર ! હા ! નાથ ! હા! હૃદયવલ્લભ ! હા! આશાવિશ્રામ ! હા ! રૂપમન્મથ! હવે તું કયારે દર્શન દઈશ? હે પ્રિય ! મારે એક તારૂં જ શરણ હતું, તે અકસ્માત મને કેમ મૂકી દીધી?” આવી રીતે માયામુક્ત થઈને તે વખતે તે વિલાપ કરશે. પછી પ્રીતિપાત્ર એવા એ મારા પ્રાણપ્રિય
જ્યાં સુધી અતિ દૂર ચાલ્યા ન જાય, ત્યાં સુધીમાં તેની પછવાડે સમુદ્રમાં પડીને હું તેની સહચારિણી થાઉં.” આ પ્રમાણે કહીને સંભધિમાં પડવાની તે બેટી તૈયારી કરશે અને જેટલામાં તે પડવા જશે તેટલામાં નાવિક લેકે તેને કહેશે કે હે દેવી! અકસ્માત તમે અમને અનાથ શા માટે કરો છો દૈવયોગે સાર્થવાહકદી ગયા (મરણ પામ્યા તે તમે હવે સાથે શા (સ્વામિની) થાઓ.” આ પ્રમાણે સાર્થિક લકેના કહેવાથી તે પણ આ ઈષ્ટ અને વૈદ્યો પદિષ્ટ જેવું મનમાં માનતી હર્ષથી માનપૂર્વક તે કબૂલ કરશે. પછી સાથિકેએ મળીને સ્વામિની બનાવેલી એવી તે વહાણેને આગળ ચલાવરાવતી જુદા જુદા દ્વીપિમાં ફરશે. દાન અને માન વિગેરેથી સાથિંકલેકેને તે પ્રસન્ન કરશે અને નિ:શંક થઈ સુકની સાથે તે સ્વેચ્છાથી વિલાસ કરશે. પછી ઇંગિતવેદીપણુથી સુકંઠ જાણી લેશે કે “અવશ્ય આ પાપિ એજ સાથે અને સમુદ્રમાં નાખી દીધો જણાય છે. યુવાન, ધનિક, રૂપ, સૈભાગ્ય અને ઔદાર્ય ગુણથી શોભાયમાન અને અત્યંત અનુરક્ત મ નવાળા એવા રાજા અને સાર્થનાયકે સારા અલંકારાદિ આપવાવડે બહુવાર સત્કાર કરતાં પણ દુર્જન સ્વભાવવાળી અને કૃતઘ એવી આ પાપિણુએ જ્યારે તેમને પણ તજી દીધા, તેની થઈ નહીં, તો એક સામાન્ય, રૂપ અને લાવણ્ય રહિત તથા નિધન એવા મારી તે એ કદી થવાનીજ નથી. કાનમાં નાખેલ સળીની માફક એને સ્ત્રીકાર કરતાં કે ત્યાગ કરતા બંને વખત એ પાપિની ચેડા કાળમાંજ
૧ ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.