________________
યુગાદિદશના.
૧૪૩ મને મહા અનર્થકારી થશે. આ પ્રમાણે દોષ સમજવાથી સુકડ પણ હૃદયથી વિરક્ત થઈ મીઠું બોલવામાં કુશળ વતેતો સત બાહ્યભાવથી તેની સાથે વિલાસ કરશે
હવે સમુદ્રમાં પડેલે સાર્થવાહ પુણ્યયોગે ફલક (પાટીયું) પામીને તરતો તરતે કેટલેક દિવસે સિંહલદ્વીપે નીકળશે. ત્યાં મિષ્ટ જળથી અને અતિ પકવ ફળોથી સ્વસ્થ શરીરવાળે થઇને તે આ પ્રમાણે મનમાં વિચાર કરશે કે –“અહો! હુ એકાંત અનુરક્ત, ત્યાગી (દાતા), ભેગી અને લક્ષ્મીને ભંડાર છતાં એ દુષ્ટાએ મને કેવી દુરવસ્થાએ પહોંચાડ્યો? તે પ્રીતિ, તે મીઠાં વચને, તે ઔચિત્યાદિ સત્યારે, અહા! આ પાપનીએ તે બધું એકી સાથે નષ્ટ કર્યું. જેનો સ્વીકાર કરતાં મેં પિતાના કુળ અને શીળની મલિનતાની અને લોકનિંદાની પણ દરકાર ન કરી તેનું આવું ચરિત્ર! જે પુરૂષ અમાવાસ્યા
ની રાત્રે બધા તારાઓની સંખ્યા કરી શકે તે પુરૂષ પણ રસીઓના રાનું પ્રમાણ સ્પષ્ટ (સમ્ય) રીતે કરી શકતો નથી. નાના પ્રકારના સ્થાનમાં રહેલા દોને પરસ્પર ન જોઈ શકનારા માણસો પર દયા લાવીને વિધાતાએ સ્ત્રીના મિષથી તેનેજ એક ગોણસ્થાન (વાત્તસ્થાન) બનાવ્યું લાગે છે. તે મુક્તિમાં પણ અતિ વક્ર એવી તે સ્ત્રીઓની હયાતી હોય તે ઠોક (મેક્ષમાં પણ સ્ત્રીઓની હયાતી હોય તે ઠીક) એમ જેઓ ચાહના કરે છે, તે પુરૂષ આખે જોતાં છતાં પણ જાત્યંધ છે, એમ મારું માનવું છે. અથવા તો હે આત્મા! બીજાના દોષ જેવા કરતાં તે પોતે જ નિર્દોષ થઈ જા. કારણ કે ઉષાનહથી જેમના પગ સંયુકત છે, તેમને બધી પૃથ્વી ચામડાથી મઢેલી જ છે. મિત્રહ, કૃતતા, ચેરી, વિશ્વાસઘાત અને પરસ્ત્રીગમન-આ પાંચે મહાપાપ મે કર્યો છે, અને તેથી જ તેનું આવા પ્રકારનું દુ:ખરૂપફળ મેં તરતમાંજ મેળવ્યું છે. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ અહીંજ પ્રાપ્ત થાય છે અથવા રાજાને કેહ કરનાર જે હું તેને એણે હ કર્યો તે તો યોગ્ય જ થયું છે. કારણ કે જે જેવું કામ કરે છે, તે તેવું ફળ પામે