________________
૧૪૦
યુગાદિદેશના હવે દૂરજ કરી છે. આ પ્રમાણેના અસત્ય વાક્યને સત્ય કરીને માનનાર તે કુબુદ્ધિ રાગાંધે, પરિણામે હિતકારી એવા તે બ્રાહ્મણને તરતજ નેકરીથી દૂર કર્યો. પછી કુટિલ અને કુલટાના આચારવાળી કુરગી એ દુર્મતિને પરમ પ્રીતિપાત્ર થઈ પડી. “રાગની આવી ચેષ્ટાને ધિકાર થાઓ!
“હે વત્સ! આ પ્રમાણે રાગનું માહાત્મ મેં તમને કહ્યું. હવે પ્રસ્તુત (ચાલુ) વાત કહું છું તે સાંભળે –
પાતાલ સુંદરીના ગયા પછી રાજા વિચારે છે કે “અરે! હવે હું શું કરું? ક્યાં જાઉ? અને એ પ્રિયાને શી રીતે મેળવું?” આ પ્રમાણે ચિંતા કરતાં દુંદુભિને મધુર અવાજ તેના સાંભળવામાં આવ્યું.
આ મધુર અવાજ ક્યાં થાય છે તેને વિચાર કરતાં મનમાં વિસ્મય પામીને રાજા સામંત અને મંત્રીઓ સહિત તે અવાજને અનુસરે નગરબહાર જતાં, તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓ જેમને ઉત્સવ કરી રહ્યા છે અને જે સુવર્ણકમળપર બેઠેલા છે એવા મુનિને દીઠા. તેમને જોઇને નમસ્કાર કરી રાજાએ પૂછ્યું: “હે સ્વામિન ! સ્મિતમુખી, રૂપમાં રંભા જેવી અને પતિવ્રતા પાતાલ સુંદરી મને ક્યારે મળશે?” આ પ્રમાણે રાગવિઠ્ઠલ એવા રાજાનું બેલવું સાંભળી તેને પ્રતિબંધ આપવા મુનિ બેલ્યા-”હે રાજન! તે સુંદરીઆ જન્મમાં તે તને નહીં મળે, પરંતુ બીજા જન્મમાં પણ તને મળનાર નથી.” “હા! ત્યારે તેને મારી જીવિતેથી ખરેખર ગઇજ!P:આ પ્રમાણે ખેદ પામતા રાજાને પુન: કેવલી મુનિએ કહ્યું:-“હે રાજન ! પ્રત્યક્ષ રાક્ષસી જેવી એ ચાલી ગઈ તેથી શું શોક કરે છે? એ તો પોતાની મેળે
ગથી (શીંગડાથી) સાંકળ ઉતર્યા જેવું થયું. વળી તે ભૂપ! તને યાદ છે ? એક વખતે તને વિષયુક્ત બીજે એણે આપ્યું હતું, તેથા તું વ્યાકુળ થઇ ગયા હતા, પણ તું ચરમ શરીરી હેવાથી મરણ ન પામે. પછી બીજી વાર એણે પીરસવાના વખતે તને ઠો હતો