________________
યુગાદિ દેશના.
૧૯૯
4
હું
શુભે! તારા ભર્તારના ભાજનને ઉચિત કંઇક ખાવાનુ` આપ.” એટલે તેણે કહ્યું: “બહેન ! આજે કઇ પણ મે રાખ્યું નથી.” પછી “જો ગામય ( છાણ) આપીશ, તા પણ તે તેને પ્રિય લાગશે. કારણ કે મારાપર અતિ રક્ત હૃદયવાળા છે, તેથી મારૂ સદૂષણ સહન કરી લેશે,” આ પ્રમાણે વિચાર કરીને તાજી, કંઇક ગરમ, ઘઉંના કેટલાએક દાણા જેમાં ફુગી ગયા છે એવું, જુગુપ્સા કરવાલાયક અને બહુ નરમ એવુ ગામય (છાણુ) તે લઇ આવી અને એક ભાજનમાં નાખીને તરત સુંદરીને આપીને ખેલી:- આ લે ભત્તુરનું જમણુ, ” સુદરીએ તે લઇને તરત તેને આપ્યું, એટલે તે સુખશિરોમણિ, ‘આ કુર’ગીતું માલેલ છે માટે પરમ અમૃત જેવું હુશે’એમ સમજીને તે બધું ખાઇ ગયા. તે પુરૂષે રાગી થઇને ગામય ખાધું, તેમાં આશ્ચ શું ! અરે! રાગી (રક્ત, જન તા સ્ત્રીના જઘન અને મુખમાં રહેલ અશુચિ વિગેરે પણ ખાઇ જાય છે.
પછી તે ગામય માત્ર ખાદને પાતાની શાળામાં ગયા, ત્યાં આદર સહિત તેણે એક બ્રાહ્મણને કુરંગીના કાપનું કારણ પૂછ્યું. તે વિષે પ્રથમથીજ કુર’ગીનુ મહત્તર ચરિત્ર જાણતા હતા એટલે તે કહેવા લાગ્યું કેઃ– હે ભદ્ર ! કુર્ગી તારે ઘેર સાક્ષાત્ તારી વૈરિણી છે, કે જેણે વિટ પુરૂષાની સાથે મળીને પાતાનું શીલ, કુળ, યશ અને તારા ઘરનું ધન એ બધું એકી સાથે ના કર્યું છે. જે સ્વચ્છંદચારિણી પાપિનીએ આ પ્રમાણે તારૂ ધન ઉડાડી દીધુ છે, તે કદાચિત તારા વિતને પણ હરે, તા તેને કોણ અટકાવી શકે તેમ છે?” આ પ્રમાણે પરિણામે હિતકારી તે વિપ્રનું વચન સાંભળીને તે કુબુદ્ધિએ કરગી પાસે જઇને તે બધું કહી દીધું. એટલે તે કહેવા લાગી: “હે સ્વામિન! એ મૂર્ખ બ્રાહ્મણ એક દિવસે શેષનાગના માથાપર રહેલા મણિની માફક મારૂ શીલ હરવાને તૈયાર થયા હતા, તે વખતે મે' તેના તિરસ્કાર કર્યા હતા એટલે તે ખેદ પામીને મારા ઢાષા તમારી આગળ કહે છે. તેથી એ હવે આપણા ઘરને લાયક નથી. હે પ્રભુ! એને
-