________________
યુગાદિદેશના.
૧૧૭ એક દિવસે સુંદરીએ તેને કહ્યું કે –“મારે માટે યમના ઘર જેવા આ રાજમહેલમાં તું હમેશા આવે છે, તે મારા દેહમાં તે શું એવી અધિકતા જોઈ છે? વળી અત્યંત વિષયમાં આસક્ત થઇને અહીં સંકટમાં આવતાં બિલાડે જેમ દૂધ જુએ પણ લાકડી ન જુએ, તેની માફક તું સંકટ તે નથી.” આ પ્રમાણેનાં વચને સાંભળી જશે હસીને સુંદર કહેવા લાગ્યું કે હે સુંદરી! સાંભળ-ગુણની અધિકતા વિના યમના મુખમાં કઈ પ્રવેશ કરે ? જે સુવૃત્ત અને અમૃતને-ઝરનાર એવું શરદઋતુનું ચંદ્રમંડળ પણ જે અકલંક થઈ જાય તે જ તારો મુખની તુલનાને લાયક થાય, અર્થાત નિષ્કલંક ચંદ્ર જેવું તો તારૂં મુખ છે. કાન પર્યંત વિશાલ અને જેમાં બે કૃષ્ણ તારા (કીકી) શોભાયમાન છે, એવા તારા નેત્રે કે જેમાં અંદર ભ્રમર
ક્ષાઈ રહેલ હોય એવા બે કમળ હોય તેવા મને લાગે છે. જેમાં જાત્ય ચંદન, કપૂર અને કસ્તૂરીની સાર સુગધ છે, એવો તારે પાસવાય તે હે સુભ્ર ! અલ્પ પુણ્યવાળા કદિ પણ મેળવી શકતા નથી. સુધા (અમૃત) ખરેખરૂં પાતાલકુંડમાં છે, એવી કવિઓની રૂઢી છે (એમ કવિઓનું કહેવું છે, પરંતુ વસ્તુત: તે સુધા તે તારી જીલ્લાના અગ્રભાગ ઉપર અને તારો અધર (હઠ) પર છે, એમ હું માનું છું. માખણ અને આકડાના ફૂલ વિગેરેમાં કેમળ અને મનોહર
સ્પર્શે છે પણ તે તારા શરીરસ્પશની તુલનાએ શર્તાશે પણ પામી શકે તેમ નથી. વધારે શું કહું ! પૂર્ણિમાના ચંદ્ર જેવું તારૂં મુખ છે, ત્રસ્ત મૃગલાના નેત્ર જેવાં તારાં નેત્ર છે, ગજના જેવી તારી ગતિ છે, બાળ હસ્તિના કર (મું) જેવા તારા ઉરૂ (સાથળ) છે, પ્રવાલના જેવા રક્ત તારા ઓષ્ટ છે, ગજકુંભના જેવા ઉન્નત તાર સ્તન છે અને સર્વ અવયામાં રહેલા સૌંદર્યના અભંગ સૌભાગ્યથી શેભાયમાન એવી હે વલભે! બધી કામિનીઓમાં તુંજ શૃંગારરસની સરિતા છે. આ પ્રમાણેનાં સુંદરનાં વચને સાંભળી પુન: સ્મિતમુખી સુંદરી તેને કહેવા લાગ–“હે સુંદર! સાંભળ-તું કહે