________________
૧૨૦
યુગાદિદેશના નું હૃદય તરતજ કુટી ન ગયું, તે હૃદય ખરેખર વજથી ઘડાયેલુંજ હેય એમ લાગે છે. પુત્રી દુ:શીલ હેય, સપત્નીવાળી હેય, ભર્તાને અભિમત ન હોય અથવા નિરપત્ય (પુત્ર વિનાની) હેય તે તે માબાપને દુ:ખ દેનારીજ થાય છે. પરમંદિરનાજ મંડનભૂત, કલકના
સ્થાનરૂપ અને પિતાના ધનને હરનારી એવી પુત્રી જેમને નથી, તેઓજ આ જગતમાં સુખી છે. ઇન્દ્રિયની ચપલતાથી આ સુંદરીએ કદાચિત કોઈ અકૃત્ય કર્યું, તોપણ હે પ્રજા પાળ! તમને આના પર આવું કરવું ઉચિત નહોતું. કહ્યું છે કે
" अपराधशतं साधुः, सहेदेकोपकारतः;
शतं चोपकृतीनींचो, नाशयेदेकदुष्कृतात्." સપુરૂષ એક ઉપકાથી સે અપરાધ સહન કરે છે અને નીચ પુરૂષ સો ઉપકારેને એક દુષ્કત (અપરાધ) થી નાશ કરે છે. અને પરાધી માણસ પર પણ ઉત્તમ પુરૂષો ખરેખર કૈધ રહિત હોય છે, મધ્યમ પુરૂષ મધ્યમ કૈધ કરે છે અને અધમ પુરૂષે મહાકૅધ કરે છે. પૂર્વે સમરાંગણમાં તમારે જે હાથ દડાઓની જેમ મન્મત્ત હાથીઓના કુંભસ્થલથી કીડા કરતા હતા, હે વીર! તે હાથ આજે આ અબલાજનપર કેમ ચાલી શક્યા?
આ પ્રમાણે વિલાપ કરીને અને પુત્રીને ગળે વળગીને તેના મા બાપ એવી રીતે રયા કે જેથી પાસેના બધા માણસોની આંખમાં પણ આંસુ આવી ગયા. પછી આહાર પાણુને ત્યાગ કરીને વિષાદથી મનમાં વ્યાકલ થતી દુ:ખના ભારથી દબાઇને સુંદરી પોતાના પિતાને સગદુગર કહેવા લાગી કે વિસ્તાર પામતી યશરૂ૫ - તેનાથી જેમણે ભૂતલને વિશદ (ઉજવળ) કરેલ છે, એવા તમને હે તાત! મૃગ જેમ શશીને કલંક્તિ કરે તેમ મેં કલક્તિ કર્યા છે. દુષ્કર્મના પરિતાપરૂપ અગ્નિવડે જેનું મન જવલત (બળતું) છે એવી જે હું તેને હે સર્વદા અપત્યવત્સલ માતાપિતા! તમે બધો અપરાધ ક્ષમાં