________________
યુગાદિદેશના
૧૨૩ બનાવીશ.” આ પ્રમાણે વિચારીને તે પિતાના સામને કહેવા લાગ્ય-“તમારે જે કન્યા થાય, તેને જન્મતાંજ અહીં મારી સમક્ષ લાવી મને બતાવવી.”
એક દિવસે પવન નામના સામતે તરતની જન્મેલી પિતાની બાળકી લાવીને રાજાને બતાવી, એટલે રાજાએ શાસવેત્તાઓને તેનું રૂપ બતાવ્યું. શાસવેત્તાઓએ એના જન્મ, લગ્ન અને અંગના લક્ષણેથી વ્યભિચારિણું થશે એમ સમજીને રાજાને કહ્યું કે “હે રાજન! આ બાલિકા ભવિષ્યમાં ક્રમે ક્રમે ત્રણ ભર્તાને ત્યાગ કરી પરદેશમાં જીવનપર્યત વેશ્યા થશે. આ પ્રમાણે સાંભળી તેનું બેલડું મિથ્યા કરવાને માટે અને તે બાલિકાને પતિવ્રતા રાખવાને માટે તેજ વખતે પરણીને રાજાએ તેને ભયરામાં રાખી. • - હવે રાજાને હુકમથી ત્યાં ભેંયરામાં રહીને ઘાવ તેનું પોષણ કરવા લાગી. અને અનુક્રમે તે મન્મથના કીડાવન સદશ વનને પામી. પછી રાજાએ તે ધાત્રીને ભેંયરામાંથી બહાર કહાડીને તે નવયુવતિને શનૈ: શનૈ: વિજ્ઞાનચિત્યમાં કુશળ બનાવી. યેવનથી પ્રગટ થતાં લાવણ્ય, રૂપ અને સૌભાગ્યથી શોભાયમાન એવી તેને રાજા દરરોજ પ્રેમથી રમાડવા લાગ્યો. અર્થાત તેની સાથે કામક્રીડા કરવા લાગ્યો.
એક દિવસે તે યુવતિએ રાજાને પ્રશ્ન કર્યો કે-“હે રાજન! આ પૃથ્વીપીઠ કેટલી (કેટલા પ્રમાણની) છે? મારી માતા કયાં ગઈ? અને તમે અહીં આવીને આમ ક્યાં જાઓ છો? એટલે રાજાએ ધૂર્તતાથી હૃદય કપિત જવાબ આપે કે “હે પ્રિયે! આ ભૂપીઠ આટલીજ છે, તારી જનેતા મરણ પામી છે અને હું દેવની જેમ સ્વેચ્છાથી - વત્ર અખલિત રીતે જાઉં આવું છું. અત્યારે આ ભૂપીઠ૫ર આપછે અને સ્ત્રી પુરૂષજ છીએ. આ પ્રમાણે સાંભળીને જેણે અન્ય દેશ - જે નથી અને જે જન્મથીજ યરામાં રહી છે, એવી તેણુએ કુવાના દેડકાની જેમ તે બધું સત્ય માની લીધું.