________________
૧૨૪
યુગાદિદેશના. પાતાલમાં વસવાથી રાજાએ તેનું પાતાલ સુંદરી નામ રાખ્યું. તે બીજા પુરૂષનું નામ પણ ન જાણતી હોવાથી શુદ્ધ શીલવતી થઈને રહી હતી. કિંતુ રાજા સર્વ અંત:પુરને ત્યાગ કરીને અને રાજકાર્યમાં પણ મંદ આદરવાળો થઈને તેના રૂપાદિથી મોહ પામ્યો સતે નિરંતર તેને વિષેજ આસકત થઇ ગયું હતું અને વધારે વખત તેની પાસે જ વ્યતીત કરતો હતે.
હવે એક દિવસે ત્યાં રૂપમાં અનંગદેવ (કામદેવ) જે અને મેટી ઋદ્ધિવાળો અનંગદેવ નામ કે ચતુર સાથે વાહ આવ્યું. કિંમતી મુક્તામણિના હાર વિગેરેનું ભંટણું ધરવા વડે અનેક રાજાએનું મન રજન કરનાર એ તે દેવની જેમ આ રાજાને પણ ભેટયું ધરીને નમ્યો. રાજાએ પણ પ્રસન્ન મુખ કરી તેની જકાત (દાણ) માફ કરી અને તેને અભિનંદન આપીને ગુણવંતને પ્રિય એવા રાજાએ
સભામાં તારે હમેશાં આવવું ” એ રીતે તેને કહ્યું. રાજાની મહેરબાની મેળવીને સાથે શ મનમાં મુદિત થઈ ભાડે લીધેલ મોટા ઘરમાં પિતાને પરિવાર સાથે રહ્યો. અને બીજા દેશેથી લાવેલ મહા કિં. મતી ચારે પ્રકારના કરિયાણુથી શુદ્ધ વ્યાપાર કરતાં તેણે બહુ દ્રવ્ય ઉપાર્જન કર્યું. જેણે ઘણું સ્થાન જોયા છે એ અન્યનું મન પારખવામાં કુશળ અને વાર્તા કરવામાં વિચક્ષણએ તે યથા અવસરે રાજાપાસે આવીને તેનું મન પણ રંજન કરવા લાગ્યો
હવે રાજા પાતાલ સુંદરીના રૂપાદિકમાં અત્યંત વ્યાકુળ થયેલ હેવાથી સચિવાદિકની અનુવૃત્તિ માટે જ મન વિના સભામાં આવતા હતું, અને ઉત્સુકતાથી સચિવાદિએ કહેલ રાજ્યકાર્યોને વિચાર કરવા માટે ક્ષણવાર બેસીને પુન: તરતજ ચાલે જતો હતો તેના ઇંગિતાકારથી તેને વિમનસ્ક (મન રહિત) જાણીને તેનું કારણ જાણુવાની ઇચ્છાથી કૌતુકી સાર્થવાહે એકદા રાજાને ચામર ઢેળવાવાળી
૧ તાળાને, માપીને, ગણીને અને કાપીને વેચાય તેવા.