________________
૧૧૬.
યુગાદિદેશના. "नही पश्यति जात्यन्धः, कामान्धो नैव पश्यति;
न पश्यति मदोन्मत्तो, दोषमीं न पश्यति." "न पश्यति दिवा घूका, काको नक्तं न पश्यति; कामान्धः कोपि पापीयान् , दिवा नक्तं न पश्यति."
જાત્યંધ (જન્માંધ) જોઈ શકતા નથી, કામાંધ તે જોઈજ શકતો નથી, મન્મત્ત જોઈ શક્તો નથી અને અર્થી દેશને જોઈ શક્લે નથી.“દિવસે ધૂડ જોઈ શકતું નથી, રાત્રે કાક (કાગડ) જોઈ શકતા નથી અને કામાંધ તે એ પાપી છે કે જે રાત્રે કે દિવસે જોઈ શકતા નથી. આ પ્રમાણે હેવાથી સમરને વશ છે આત્મા જેને એવે તે સુંદર અન્ય સર્વ ક્રિયાઓને છોડી દઈને સર્વદા સુંદરીના સંગમના ઉપાયનીજ વિચારણા કરવા લાગ્યો. - હવે એક દિવસે સુંદરીની દાસી તેને એકાંતમાં મળી, એટલે પોતાના સ્વાર્થને માટે તેણે વસ, અલંકાર અને તાંબૂળવડે તેને બહુજ સંતુષ્ટ કરી. તેથી સુંદરી પાસે જઈને તેણે સુંદરનું એવી રીતે વર્ણન કર્યું કે જેથી તે તેના પર અત્યંત અનુરાગવાળી થઈ ગઈ અને તે પિતાની દાસીને કહેવા લાગી કે “જો સુંદર સખી વેષે સ્ત્રી વેષે) કઈ રીતે આવે તો દરરોજ તેને અહીં લઈ આવ.” પછી રાણીએ રાજાને કહ્યું કે “હે દેવ ! સૂહવા નામે મારી સખી છે, તે જો આપની આજ્ઞા હોય તે કંચુકીઓની અટકાયત વિના તે મારી પાસે હમેશા અહીં અત:પુરમાં આવે.” રાજાએ હા કહી, એટલે દાસીની સાથે સુંદર સખી વેષે સુંદરીના આવાસમાં દરરોજ આવવા લાગ્યો. અને સ્વેચ્છાપૂર્વક સુંદરીની સાથે દરરેજ કીડા કરતાં એક ક્ષણની માફક સુંદરને ઘણા દિવસે વ્યતીત થયા.
૧ અંત:પુરના પહેરેગીરે.