________________
૧૦૬
યુગાદિદેશના. તથા અનાદિકથી સ્નેહપૂર્વક આ પુત્રનું પાલન કરે. આ તમારે પુત્ર પણ મટે થશે, ત્યારે ઘરનું કામ કરનારે થશે. આ પ્રમાણેનું તેનું કથન સ્વીકારીને તે દપતી સુખે ત્યાં રહ્યાં.
એક દિવસે રાત્રે પિતાના મંદિરમાં (મકાનમાં) ભગદેવે બે સુંદરીને પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરતી સાંભળી.
પહેલી–બીને) “હે સુંદરિ! તુ કેણું છે? તે કહે છે બીજી—“હે શુભે! હું ભગદેવની ગૃહલક્ષ્મી છું.” પહેલી–“હે મહેન! તને કુશલ છે? ”
બીજી-(દુ:ખ સહિત નિસાસે નાખીને ) “ હે હેન! અન્યઅન્યને દાન દેવામાં અને ભેગાદિ કાર્યમાં મનને પરેવીને ભગદેવ નિરંતર (સર્વદા) મને ફેરવ્યા કરે છે, તે આજ્ઞાપ્રધાન ભર્તાની દાસીની જેમ પરાધીન સ્વભાવવાળી એવી મારી કુશલતાની કથા શું કહેવી? પણ બહેન ! તું કેણું છે? તે તે કહે છે
પહેલી–“હું બંને રીતે નામથી અને ગુણથી (સંગ્રહ સ્વભાવી હેવાથી) સંચયશીલ નામના સાથે પતિની લક્ષ્મી છું
બીજી—તે બહેન! કહેતું ત્યાં સુખે રહેતી હશે!”
પહેલી–સખેદ) મહા ઘેર અંધકારયુક્ત ખાડામાં મને હમેશાં તેણે દાટી રાખી હતી. અત્યારે લાંબે વખતે હું સૂર્ય, ચંદ્ર, અને સપુરૂષોના કરને સ્પર્શ પામો છું. બંદીવાન તરીકે પકડાયેલી રિપુરીની માફક નિત્યના નિરોધથી ઉદ્વેગ પામીને હું અહીં દુએ નિવાસ કરું છું. બહેન સુખવાસ તે મને ક્યાંથી હોય? ”
આવા પ્રકારની તેમની વાત સાંભળીને ભગદેવ વિચારવા લાગ્યો કે–ખરેખર! પિતપતાના સ્થાનથી અત્યારે આ બંને લ
ક્ષ્મી ઉદ્વિગ્ન થઇ છે. જે એમ ન હોય, તો સંગ્રહ કરનાર સંચયશીલના અને વ્યય કરનાર મારા એમ બંનેના લક્ષ્મી દૂષણે શામાટે