________________
૧૦૪
યુગાદિદેશના. વધામણું માત્ર પણ કરી નહિ. દાન અને ભેગમાં ધનનો વ્યય કરતાં તમે ડરે છે, તો કૃપણતાથી દુયશ પેદા કરી પૃથ્વીને ભારભૂત એવી આ લક્ષ્મીને તમે શું કરવાના છે? આ પ્રમાણે સાંભળી ખેદ પામીને શેઠ વિચારવા લાગ્યો-“આ પ્રિયા મારે ચિત્તને અનુસરનારી નથી, જેથી ધન મેળવવામાં થતા કષ્ટને તે મૂળથી જ જાણતી નથી. સ્વજને અને યાચકની અત્યંત યાચનાથી પણ મારા મનથી એક કેડીમાત્ર પણ ઉતરતી નથી. આ ખર્ચાળ પત્ની તે ધન કમાવાના કલેશથી અજ્ઞાત છે, એટલે પુણ્યકાર્યમાં અને વધામણું વિગેરેમાં છાની રીતે તે ધનને વ્યય કરશે. અને પાણીમાં રહેનાર માછલી ક્યારે પાણી પીએ છે એ જેમ જાણી શકાતું નથી, તેમ ઘરની સ્વામિની પત્ની કયારે અને શું વ્યય કરે છે તે પણ જણાતું નથી. ઘરની રક્ષામાં નિયુક્ત કરાયેલી પત્ની જે પિતાની ઇચ્છા મુજબ ધનને વ્યય કરી ઘરને ખેદે, તો પછી નિશ્ચયે કાકડી વાડને ખાય એ ન્યાય થાય. તો આ ભિન્ન સ્વભાવવાળી સ્ત્રીના સહવાસમાં સ્વભાવથી જ ચપળ એવી લક્ષ્મીને હું ઘરમાં શી રીતે સ્થિર કરી શકીશ?” આ પ્રકારના અત્યંત આધ્યાનને વશ થવાથી તેને આહારવિશુચિકા (અજીર્ણ) થઈ, જેથી તે સાર્થવાહ તેજ દિવસે મરણ પામે. પતિના મરણથી ધનસુંદરીના હૃદયમાં બળતે શેકાગ્નિ પુત્રને જેવાથી આવતા હર્ષાશ્રુરૂપ જળથી આતે આસ્તે શાંત થયે.
ગ્ય અવસરે ધનસુરીએ મહોત્સવ પૂર્વક સ્વજનની સાક્ષીએ પુત્રનું ધનદત્ત એવું નામ પાડ્યું. હવે સંચશીલ સાર્થવાહ તેજ નગરમાં નાગિલ નામને કેઇ દરિદ્ધી રહે છે તેને પુત્ર થયે. કારણ કે
કર્મ સવંદ બલવત્તર છે. એ શેઠને જીવ દૈર્ભાગ્યથી દૂષિત હોવાથી જન્મતાંજ માબાપને અનિષ્ટ થઈ પડ્યો. એટલે ક્ષુધાતુષાથી
૧ “વાડ ચીભડાં ગળે” એ પણ ન્યાય કહેવાય છે.