________________
૧૦૨
યુગાદિ દેશના.
તાની ભાગવતી પત્ની સાથે ભાગદેવ પણ ત્યાં આવ્યા. સર્વ લોકો વંદના કરીને બેઠા એટલે કેવલી મહારાજ ધર્મોપદેશ દેવા લાગ્યા:
“ ચારાશી લક્ષ જે જીવયેાનિ છે, તે બધી યાનિએમાં શરણ રહિત એવા પ્રાણીઓ અન’તીવાર ભમ્યા છે. અન'ત અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રમાણવાળા જે પુદ્ગલ પરાવતા છે, તે પણ સજે સારમાં ભમતા પ્રાણીઓએ અન‘તીવાર પૂર્ણ કર્યાં છે; પરંતુ સંસારરૂપ જંગલમાં ભમતાં પ્રાણીઓને કૃષ્ણ ચિત્રાવેલીની માફક દુર્લભ એવા સદ્ગુરૂ કાંઈ પણ મળ્યા નથી. પુણ્યયેાગે તેવા ગુરૂના યોગ થતાં પણ અહા ! ઘણા અજ્ઞજના તા તેમના કહેલ ધર્મને પાથીમાંહેતા રીંગણા સમજી તેની અવજ્ઞા કરે છે. કેટલાક તે ધર્મને સમ્યગ્ રીતે હૃદયમાં શ્રદ્ધે છે; પણ તેમણે નરકનું આયુ પૂર્વે બાંધેલુ હોવાથી તેઓ ધમ નું આરાધન કરવાને સમર્થ થઇ શકતા નથી. માત્ર કેટલાક મહાત્માએ તેને હૃદયમાં સમ્યગ્ રીતે શ્રદ્ધીને સદ્ગુરૂભાષિત ધર્મીનું સત્ શક્તિપૂર્વક આરાધન કરે છે, એટલે ધર્મના મહિમાથી તેઓ ઉત્તરાત્તર અનેક પ્રકારના સુખા મેળવી મહાન≠ પદ સુધીની શ્રેષ્ઠ પદવીને મેળવે છે. છ
હવે અવસર જોઈ ભાગદેવે કેવલી ભગવાનને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં કે - હે ભગવન્ ! મુનિદાનનુ' ફળ શું* ? ” એટલે કેવલી ભગવંત માયા:–“મહાન શ્રેષ્ઠીજનાથી વ્યાસ એવાવિશાલશાલ નામના નગરમાં માટી ઋદ્ધિવાળા સંચયશીલ નામને સાવાહુ વસે છે. તેના ઘરમાં તેર કોટી ધન છે; પરંતુ તે ખાંધી મુઠીના હોવાથી કદી કાઇને એક કોડી પણ આપતેા નથી અને ભાગવતે પણ નથી. તેના ઘરમાં એક દુતપતાક નામના નાકર છે, તે તને દાનનુ માહાત્મ્ય સ્પષ્ટ કહેશે. ” આ પ્રમાણે કેવલી ભગવંતનું વચન સાંભળીને તે વિસ્મય પામી હૃદયમાં વિચાર કરવા લાગ્યા:- કાઇ પણ કારણથીજ આ સજ્ઞ છતાં પણ આ પ્રમાણે કહે છે, તે તે નગર બહુ દૂર છતાં