________________
૧૧૩
યુગાદિદેશના. લાગ્યા. મહાજનમાંના મોટા ગૃહસ્થાએ તેમને યુકિતથી સમજ
વ્યા છતાં અહંકારને લીધે તેઓ યુદ્ધથી પાછા ન હડ્યા. ચારે બાજુ યોદ્ધાઓનું અત્યંત ભયંકર યુદ્ધ મચતાં કિંકર્તવ્યતાથી મૂઢ થયેલે (મુંઝાઈ ગયેલ) સુમંગળ શેઠ, તે વખતે મેટું ભેટર્ણ લેઈને સ્વજન સહિત રાજા પાસે જઈ ભેંટણું ધરી, પોતાના વૃત્તાંત કથનપૂર્વક તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ! આપ લગ્નમંડપમાં મારે ઘેર પગલાં કરે, કે જેથી તે બનેના કળહને ઉછેર થાય. બીજી કઇ રીતે શાંતિ થાય તેમ નથી. પ્રજાપર વત્સલભાવ હેવાથી તેનું કથન સ્વીકારીને રાજા તરતજ મંડપમાં આવી એક સારા પલંગ પર બેઠે. એટલે સુમંગળ શેઠ રાજાના પગમાં પડી પોતાની પુત્રીને દેખાડતે તો મંત્રી સામતની સમક્ષ આ પ્રમાણે વિગતે કરવા લાગ્યો કે “હે વિ! વેચ્છાથી આ બંને વરમાંથી કઈ પણ વરને આ કન્યા આપે. કારણ કે આદેશને જ્યોતિ હતી નથી, અર્થાત હુકમમાં વિચાર કરવાપણું હોતું નથી. આપની આજ્ઞા સવને પ્રમાણ છે. શેઠની આ પ્રમાણેની વિજ્ઞપ્તિ સાંભળ્યા છતાં લાવણ્ય અને સિભાગ્યથી સુરાગનાને પણ પાછી હઠાવે એવી તે સુંદરી કન્યાને જેઈને રાજાએ સ્મરદાહથી પીડિત થઇ તેને પરણવાની ઈચ્છાથી આ પ્રમાણે મૃષા જવાબ આપો કે-“અત્યારે અકસ્માત મને અતિવિષમ એવી માથાની પીડા થઈ છે, તેની વ્યથાથી વ્યાકુળ એવો હુ ઉદય અસ્તને પણ બરાબર જાણું શકતો નથી, તો યુક્તાયુકતમાં વિમૂઢ એ હું અત્યારે આને ઇનસાફ કરીને બેમાંથી એકને કન્યા શી રીતે આપી શકું? માટે હે શ્રેષ્ઠિન! અત્યારે લગ્ન બંધ રાખો અને બને વરને વિસર્જન કરો (રજા આપે). પછી વિચાર કરીને જે
ગ્ય હશે તે હું પોતે કહીશ.” આ પ્રમાણે કહેવાથી લગ્ન બંધ રહ્યા, વરવાળા પોતપોતાને સ્થાનકે ગયા અને રાજા પોતાના આવાસમાં આવ્યો, પણ તન્મયચિત્ત હોવાથી તે સુંદરીને જ સર્વત્ર જેવા લાગ્યો. સુંદરીનું સ્મરણ કરતાં રાજા ધ્યાનરૂપ કષ્ટમાં પ્રાપ્ત થયેલા