________________
યુગાદિદેશના. ફરી પણ અનુકંપા કરીને માતગે વિધિ બતાવીને એક વિદ્યાભિમં. ત્રિત ઘટ તેને આપે. એટલે માતંગને નમસ્કાર કરી ઘટ લઈને તે પિતાને ઘેર આવ્યા, અને યથાવિધિ તેનું પૂજન કરીને ઘટ પાસે તે ઈચ્છિત પદાર્થો યાચવા લાગ્યો. કુંભમાંથી તેના ઈચ્છિત પદાર્થો -
ળ્યા એટલે તેણે બધા મિત્રોને આદર સહિત જમાડ્યા અને પોતે પણ યથારૂચિ જ. પછી “અહે! કુંભના પ્રભાવથી મારું દારિ
ત્ય દૂર ગયું.” આ પ્રમાણે ખુશ થતે તે કુંભને માથે લઈને નાચવા લાગે. હર્ષથી ચંચળ ચિત્ત હોવાથી આ પ્રમાણે નાચતાં દૈવવશાતકુંભ તેના માથા પરથી પડી ગયો અને તરતજ ખડખંડ થઈગયે. ઘડે ભાગી જવાથી શુચિદ્ર મનમાં બહુજ ખેદ લાવીને પુન: માતંગની પાસે ગયો. એટલે માતંગ કહેવા લાગ્ય: મારી પાસે જેટલી વિદ્યા હતી તે બધી તને આપી ચુક્યો છું, હવે વધારે નથી, માટે હે ભદ્રા પુન: તારે મારી પાસે આવવું નહિ. માતંગે આ પ્રમાણે કહી તેને વિસર્જન કર્યો એટલે તે પોતાને ઘેર આવ્યા અને દુખિત થતો આર્તધ્યાનમાં તત્પર એવે તે રાત્રે સૂતો, એટલામાં વેત વસવાળી એક પ્રૌઢ પ્રમદાને જોઈને તે તેની સન્મુખ જઈ પ્રણામ કરીને પૂછવા લાગે--હે સ્વામિની! તમે કેણુ છે?એટલે તે બોલી કે –જેને તે પગ વડે ફેંકી દીધી હતી, તે હું તારા ઘરની લક્ષમી છું. તે સાંભળી શુદ્ધિ કહેવા લાગે – હે માત! આટલે લાંબે વખત તમે કયાં ગયા હતા? લક્ષ્મીએ કહ્યું – “આટલો કાળ હું માતંગને ઘેર ગઈ હતી. તેણે પૂછયું–“તે માતંગ કેણી એટલે તેણે કહ્યું કે --“ધનની ઈચ્છાથી જેની પછવાડે ભમીને તું જેના ખાસડા ઉપાડતો અને જેની ઘણે કાળ સેવા કરતે હતો તે શુચિકે કહ્યું “તે આજે અહીં તમે શા માટે આવ્યા છે?» લસ્ત્રીએ કહ્યું કે –“તારૂં શૌચ જેવાને. આ પ્રમાણે કહીને લક્ષ્મી તરત અદૃશ્ય થઈ ગઈ. આ પ્રમાણે પ્રથમ અંગીકાર કરીને પછી મૂકી દીધેલા શૌચથી લજજાને લીધે સ્કંધને નીચે નમાવી દેતે શુ