________________
યુગાદિદેશના. બંને લેકને વંસ કરનાર અને આકાશની માફક પ્રાય: અનાચ્છાઘ (ગુપ્ત ન રહી શકે એવું)હૈ:શીલ્યપાતક એ સ્ત્રીઓનાં સર્વ પાપમાં મોટામાં મોટું પાપ છે. તે વાત કરતાં શાટિકા વિગેરે વાક્ય તે મેં આત્મગણી કરતાં સ્વાભાવિક કહ્યું હતું, પણ તેને દુત્તમાં પ્રવૃત્ત માનીને તેની નિવૃત્તિ માટે કહ્યું નહોતું. હે ભાઈ! પતિવ્રતા એવી પદ્મશ્રીમાં દુધમાં પૂરાની જેમ તેવા લેશ પણ દૂષણની વ્યર્થ શંકા કરશો નહિ. » ભગિનીનાં વચનથી વિશ્વાસ પામી ધનપતિ વહેમને ત્યાગ કરી સારો વિકલ્પથી પૂર્વની માફક પશ્રી ઉપર અધિક પ્રીતિ ધારણ કરવા લાગે.
એક દિવસે તેવી જ રીતે ધનાવહ જ્યારે કાંઈ કામપ્રસંગે નજીકમાં હતું તેવે વખતે ધનશ્રીએ ધર્મવિચાર કરતાં તેની પત્ની કમલશ્રીને કહ્યું – “હે શુભે! જનરંજન કરવા માટે ઘણું વચન પ્રપંચથી શું ? પિતાને હાથ ચાખે રખ? એજ સ્ત્રીઓને ધર્મ છે. તે વાકય સાંભળીને ધનાવહ મનમાં ખેદ પામી વિચારવા લાગ્યો: “અહા! ખરેખર ! કુલવતી છતાં મારી પત્નીને ચારો કરવાને સ્વભાવ લાગે છે. જે એમ ન હોય તે આ બહેન એને આવા પ્રકારની શિખામણ શા માટે આપે? કારણ કે કંઈપણ ખલના વિના અધ પણ કશા (ચાબુક) ને પાત્ર થતું નથી.” આ પ્રમાણે વિચારીને પૂર્વની જેમ દેશની આશંકા કરીને મનમાં વિષાદ પામી તેણે પણ નિવાસસ્થાને આવેલી પિતાની પ્રિયાની નિર્ભર્સના કરી. તેથી અત્યંત દુખી થઈને એણે પણ તેવી જ રીતે રાત્રિ વ્યતીત કરી. સવારે જ્યારે ધનશ્રીએ પૂછ્યું ત્યારે તેણીએ વીતેલ વાત કહી બતાવી, તે સાંભળીને મૃદુ અને શીતળ વચનોથી ભાભીને આશ્વાસન આપી. “ જાણે કોઈ જાણતી જ નથી ? એમ દંભથી એકાંતમાં તે ધનાવહને કહેવા લાગી:-- હે વીર! આજે એકાએક કમલશ્રી ઉપર કેમ કપાયમાન થયા છે. તે કહેવા લાગ્ય:-- મારી આગળ એ તસ્કરીનું નામ પણ લઈશ નહિ.”