________________
યુગાદિદેશના.
કષ્ટ જોયું છે, એવા પ્રખ્યાત નાર્ક (રત્નાકર) નામના ધનિકનું અહીં દષ્ટાંત છે તે સાંભળે –
સૂર્યપુરમાં રત્નાકર નામે પ્રખ્યાત શ્રેણી હતા. તેને પ્રીતિમતી નામે પત્ની અને સુમંગલ નામે પુત્ર હતો. તૃષ્ણાયુકત હદયથી જળ સ્થળની વિવિધ યાત્રાઓ કરી, શીત, સુધા, તૃષા, આતપ વિગેરે કલેશોને અનેકવાર સહન કરી, તેમના સ્વચ્છંદી મનને અનુસરવાથીજ સાધ્ધ થઈ શકે એવા રાજાઓની સેવા કરી, કપટ સહિત અનેક પ્રકારના આરંભ સરભવાળા વ્યાપાર કરી અને ચિરકાળ અસત્યરીતે કવિક વિગેરે કરી, તે કુબુદ્ધિ શ્રેષ્ટીએ ઘરના ખર્ચમાં પણ અસાધારણ કરકસર કરવાપૂર્વક પુષ્કળ ધન મેળવ્યું હતું.
એક દિવસે તે મેળવેલા ધનને રક્ષણ કરવાને ઉપાય વિચારી પોતાના પુત્રને બોલાવીને તેને કેઈ ન સાંભળે તેમ તેણે કહ્યું:વત્સ ! જે ધન પ્રગટ હેય તે રાજા, ચોર, ભાગીદારે (ભાયાતો) અને ધૂર્ત લેભથી તેને લેવાની ઈચ્છા કરે છે, માટે જો તેને પૃથ્વીમાં દાટી દીધું હોય તે સારું.” આ પ્રમાણે મસલત કરી પુત્રની સાથે મધ્યરાત્રે સેનૈયાથી ભરેલ કળશ લઈને તે શમશાનમાં ગયે. હવે ત્યાં ઘણું ધન હારી જવાથી તે આપવાને અસમર્થ એ કે જુગારી બીજા જુગારીઓથી ભાગીને પ્રથમથી છુપાઇ બેઠેલ હતો. તે “આ પિતાપુત્ર જેટલું ધન પૃથ્વીમાં દાટીને જશે તે બધું ધન ચોક્કસ રીતે હું મારે આધીન કરી લઈશ.” એવા વિચારથી ખુશ થઈને છાની રીતે તે સ્થાન જેવા લાગે અને લેભને માર્યો ત્યાં પડેલા અનાથ મુડદા સાથે પડી રહ્યો. હવે પાકી બુદ્ધિનો શેઠ તે ધન દટતાં પુત્રને કહેવા લાગ્યો કે આ સ્થાન જઈ ન લે, માટે તું ચારે બાજુ તપાસ કર.” આ વચન સાંભળીને પેલે ધૂર્ત પણ ત્યાં પડેલા મુડદાઓની વચ્ચે ધનની લાલચથી મુડદાની જેમ નિશ્ચષ્ટ થઈને પડી રહ્યો. પિતાની આજ્ઞાથી પુત્ર પણ ત્યાં આવીને બધે ઠેકા