________________
યુગાદિદેશના સાધમનું પરિપાલન કર્યું. અનુક્રમે તપ, ધ્યાન અને ક્રિયાના ઉદ્યોગથી તેમણે અશેષ પાપ ધોઈ નાખ્યું અને યોગ્ય સમયે ઉજવલ કેવલજ્ઞાન પામીને આયુ: ક્ષય થતાં અશેષ કર્મોને ક્ષીણ કરી અનુક્રમે સર્વ અર્થની સસિદ્ધિરૂપ સિદ્ધિનું આતિથ્ય પ્રાપ્ત કર્યું.
પ્રજાવતી (જાઈ) ની પીડાના હેતુપણાથી કપટવડે બેલેલું લેશમાત્ર વાક્ય પણ ધનશ્રીને આવું કફળ આપનારું થયું, માટે સમજુ માણસોએ મન, વચન અને કાયાથી અને પીડા કરવી નહીં, તેમજ કરાવવી પણ નહિ અને કરતા હોય તેને અનુમતિ (અનુમોદન) પણ આપવી નહીં.”
આ પ્રમાણેની કાનમાં સુધારસને રેડનારી આચાર્ય મહારાજની વાણી સાંભળીને પાપકર્મના વિપાકથી દદયમાં અત્યંત ભય પામત દેવદિ દુરંત સંસારરૂપ કારાગાર ઉપરની રગબુદ્ધિને તજી દઈ પિતાની પ્રિયા સહિત તકાળ અભંગ વૈરાગ્ય પામ્યું. પછી પિતાના મેટા પુત્રપર કુટુંબને સર્વભાર આપીને ચૈત્યને વિષે અષાહિકા મહોત્સવ કરી બંનેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાં બીજા પણ ઘણા ભવ્ય દુખ અને દુર્ગતિથી ભય પામી યથાયોગ્ય સમ્યક પ્રકારના સાધુધર્મ અને શ્રાવકધર્મને પામ્યા. સમ્ય રીતે ચારિત્ર આચરીને વદિન અને સરસ્વતી સ્વર્ગલોક પામ્યા અને અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે.”
“હે વત્સ! આવી રીતે તીવ્ર મેહના ઉદયથી પ્રિયંગુ શેઠ સંસારમાં રખડ્યો અને મેહને ત્યાગ કરવાથી પ્રિયા સહિત તેને પુત્ર દેવદિન સંસારને પાર પામ્યો. માટે હે પુત્રો ! ઐશ્વર્ય, પ્રિયા, અપત્ય અને પચેંદ્રિયના સુખે ઉપરને વ્યાયેહ છોડી દઈને મનને ધર્મમાં જોડી .” ॥ इति श्रीतपागच्छाधिराज श्रीसोमसुन्दरमरिपट्टप्रभाकर श्रोमुनिसुन्दरसूरिविनेयवाचनाचार्य सोममण्डनगणिकृतायां श्रीयु
गादिदेशनायां द्वितीय उल्लासः ॥