________________
યુગાદિદેશના. ગયે અને દુષ્ટને નિગ્રહ કરવામાં તત્પર એવા રાજાને કહેવા લા
:-“હે રાજન! આ દુષ્ટ મારૂ ઘણું ધન લઈ લીધું છે. એટલે રાજાએ તેને પૂછયું:-“કેમ રે ! આ શેઠ શું કહે છે? ” તેણે કહ્યું કે “એ બધું સત્ય છે, પરંતુ અહીં કંઇક કહેવાનું છે. પરસ્પર ચિરની અનુકૂળતાથી વ્યવહારીયાઓ (વેપારીઓ) વ્યવહારથી દરરેજ કરોડો રૂપીયાનો વેપાર કરે છે. ચિત્તની અનુકૂળતાથી પરસ્પર સમ્યગ વ્યવહાર થતાં કાળાંતરે જે લેનાર નાકબૂલ થાય છે તે મહાજન તેને નિષેધ કરે છે. (તેને તેમ કરવા દેતા નથી) હે વિભે! તેવા વ્યવહારથી મેં પણ એનું ધન લીધું છે. તે લોભને વશ થઈ
આ શેઠ અત્યારે શા માટે કલહ કરે છે? તે વખતે રેષથી શુષ્ક મુખ કરીને શ્રેષ્ઠીએ ચેરને કહ્યું કે-“હે મૂઢ ! ચેરીથી મારું ધન લઈને ખોટું શું બેલે છે? '' ધૂર્ત બે :-“ હે શ્રેષ્ઠિન ! મારી વસ્તુને તમે કેમ ભૂલી જાઓ છો? મેં તેના વિનિમય (બદલામાં ) થી તમારું ધન લીધું છે, મફત નથી લીધું. તે વખતે વીંછીથી ડસાયલા વાંદરાની માફક અતિશય ઉછાળા મારતે અને કેપથી શરીરને કપાવત એ શ્રેષ્ઠી આક્ષેપસહિત તેને કહેવા લાગ્યો કે-“અરે નિલજ! બદલામાં તેં મને શું આપ્યું છે? તે સ્પષ્ટ કહી દે! કે જેથી દૂધ અને પાણીની જુદાઈ અત્યારે રાજસભામાં પ્રકટ થાય. ધૂત કહેવા લાગ્ય-અરે! શેઠ! તે વખતે બદલામાં મારા કાન અને નોક તમે લીધા હતા તે શું તમે અત્યારમાંજ ભૂલી ગયા છો? હે શેઠ! જે
આ વિનિમય હજી પણ તમારે ધ્યાનમાં ને ઉતરતે હેય, તે મારા નાક, કાન મને પાછા આપીને તમારું ધન પાછું લઇ લે.” રાજા અને અમાત્ય વિગેરે વિસ્મિત થઈ તેને પૂછવા લાગ્યા કે “આ શું છે? » એટલે તેણે તે બધી યથાર્થ બીના કહી બતાવી અને સર્વના વિશ્વાસને માટે પિતાના મોઢાપર વીંટેલું વસ દૂર કરીને તુંબડીના ફળ જેવું ચારે બાજુ સરખું પિતાનું મસ્તક બતાવ્યું. તે જોઈ અહે: આ નિરપરાધી બિચારાને આવું શું કર્યું?” આ પ્રમાણે ઉલટે