________________
યુગાદિદશના. થી શેઠની લક્ષ્મીને યથેચ્છ ઉપભોગ કરવા લાગે. “સ્વાધીન કરેલ પરસ્ત્રી અને પરલક્ષ્મી વિલાસ કરવામાં તેવા પામર પુરૂષે મૂળથી જ બહુ કુશળ હોય છે.
એક દિવસે શ્રવણ અને નાસિકા જેની છેદાઈ ગયેલી છે એવા, યાચકેને મેં માગ્યું દાન દેનારા અને લીલાથી ચાલતા એવા તે ધૂર્તને
છીએ જે તેને જોઈને વિસ્મયથી વિકસિત મનવાળા શ્રેણીએ વિચાર કર્યો કે “આવા વિકૃત મુખવાળાને આવી સમૃદ્ધિ કયાંથી હેય? તેથી આ ધૂર્ણ કદાચિત મારૂં તે દાટેલું ધન તો હરણ કરી લીધું નહીં હોય?” આમ શંકાકુળ થઈને તે તરતજ ત્યાં જવાને માટે ગયે. ત્યાં પોતાનું ધન ન જેવાથી જાણે વજથી હણાયો હોય તેમ દુ:ખા થઇને ભૂમિ ઉપર પડ્યો અને ક્ષણવાર મૂચ્છથી તેની આંખ મીંચાઈ ગઈ. શીતળ પવનથી થોડી વારે તેને શુદ્ધિ આવી એટલે પશ્ચાત્તાપરૂપ અગ્નિથી તપ્ત થઇ તે પૃથ્વી પર પળે પળે વિલાપ કરતો વિચારવા લાગ્યું કે- આહ ! પ્રાણ કરતાં પણ અધિક અને અનેક કષ્ટ વેઠી પ્રાપ્ત કરેલું મારું ધન હરણ કરતાં છિન શ્રોત્ર અને નાસિકાવાળા તે ધૂણે મને હણી નાખે. દંભથી મરણ પામેલ તે ધૃત્ત લેશ પણ મારી જાણ બહાર ન હતા, પરંતુ જ્યારે પુત્રેજ શત્રુ થઇને કહ્યું ન માન્યું ત્યારે હું શું કરું? અથવા તો અહીં એનો દેષ નથી, મારૂંજ અજ્ઞાન છે. કેમકે મેં શ્રવણ અને ઘાણની જેમ તે વખતે તેનું માથું છેદી ન નાખ્યું. અથવા તો જેવી ભવિતવ્યતા હોય તેવી જ બુદ્ધિ, તેવીજ મતિ અને તેવી જ ભાવના ઉત્પન્ન થાય છે, અને સહાયકે પણ તેવાજ મળે છે. હવે જે થવાનું હતું તે તો થયું, પરંતુ હજી પણ આ ધન લેનારની હકીકત રાજાને નિવેદન કરી ગયેલું ધન પાછું મેળવું.” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે ધૂર્તને પકડી ક્રોધથી તેની તર્જના કરતા શ્રેણી, વિકારહિત મુખવાળા એવા તે ધૂર્તને રાજાની સભામાં લઈ