________________
°
યુગાદિ દેશના.
બીજા કાઇના પ્રવેશ તા થયા નથી. ” આ પ્રમાણે શ્રીમતી આવશે કે તરત નિશ્ચયે મનેજ પૂછશે. તેના ઉત્તરમાં આ સાક્ષાત્ જોયેલું છતાં તદ્દન અસ’ભાગ્ય એવું હું. એલીશ, તેા મૃષાવાદીપણાનું બીજું અપલાઇન મારીપર આવશે. તેમ અહીં બીજું કઈ પણ કહી શકાય તેમ નથી, તેથી અત્યારે અહીંથી ચાલ્યા જવુ જ ચુક્ત છે, ” આ પ્રમાણે વિચાર કરી તે તરત ત્યાંથી ચાલી ગઈ અને ઉપાશ્રયે આવી પ્રતિનીને નમસ્કાર કરી કઇક શ્યામમુખથી તે ચિત્રગત મયૂરનુ વૃત્તાંત જેવુ' જોશુ' હતું તેવું કહી સ*ભળાવ્યુ. આર્યાએ પણ કહ્યું કે “ તારા પૂર્વ કમ થી પ્રેરાયેલ કોઇ કુતૂહલી દેવ ચિત્રમયૂરમાં પ્રવેશ કરીને તે માતીની માળા ગળી ગયા જણાય છે. માટે હું ભદ્રે ! તુ મનમાં ખેદ કરોશ નહિ, તેમ વૃથા ક્રોધ પણ કરીશ નહિ, કારણ કે પ્રાણીઓનુ પૂર્વ કૃત ક જ શુભાશુભના હેતુ થાય છે.” પ્રવત્ત્વિનીએ આ પ્રમાણે કહ્યા પછી માધ્યસ્થ્યપણુ ધારણ કરીને સર્વાંઇંગમુ દરી વિચાર કરવા લાગી કે અહા ! એવુ તે કેવુ* કર્યાં મેં પૂર્વે કર્યું" હશે કે જેનું આવુ... દુ:સહુ ળ મને પ્રાપ્ત થયું. અહા ! બહુ ખેદની વાત છે કે પ્રાણીઓ તેવાં પાપા એક લીલામાત્રમાં કરે છે કે જેના વિપાક અસખ્ય જન્મામાં દુ:ખી થતા તે ભાગવે છે. પ્રાણીઓ જ્યાં સુધી ધ્યાન અને સદનુષ્ઠાનરૂપ જળથી પેાતાના પાપને ધોઇને પાતે આત્માના સત્યસ્વરૂપને જોતા નથી ત્યાં સુધીજ આ સ’સારમાં દુષ્કર્મથી મલિન થઇને વિવિધ યોનિમાં નાના પ્રકારનાં રૂપ ધારણ કરી વિડમના પામે છે. જો મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્યમાં ચિત્ત સ્થિર રહે, તા પ્રાણીને પરમબ્રહ્મની પદવી બહુ દૂર નથી. ” માત્રા પ્રકારના યથાર્થ સંવેગના ર'ગથી ર'ગાયેલી સર્વાંગસુ’દરી ઘાતિમ ના ક્ષય થતાં તરત કેવલજ્ઞાન પામી. એટલે પાસે આવેલા દેવતાઓ યયરવ કરવા લાગ્યા અને આકાશમાં તે વખતે મધુર સ્વરથી દુઃદુભિના નાદ થયા. તે વખતે રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી વિગેરે શ્રદ્ધાળુ મનવાળા નગરવાસીએ તરતજ ત્યાં તેમને વંદન કરવા અને સદ્ધ સાંભળવા આવ્યા.