________________
યુગાદિદેશના. વૈભવદ્ધિથી પ્રતિદિન વૃદ્ધિ પામતું સાકેતપુર નામે નગર હતું. ત્યા મોટી કીર્તિવાળો અને લક્ષ્મીનું સ્થાન એ અશક નામે શ્રેણી હતું. તેને પ્રીતિવાળી અને સતી એવી શ્રીમતી નામે પત્ની હતી. દેવભવમાં ભોગવતાં બાકી રહેલા સત્કર્મના પ્રભાવથી ત્યાંથી ચવીને બંને ભાઈઓના જીવ ક્રમથી તેમના પુત્રપણે આવીને ઉત્પન્ન થયા, તેમાં પ્રથમ સાગરદન અને બીજે સમુદ્રદત્તના નામથી પ્રસિદ્ધ થયે. ધનશ્રી સ્વર્ગથી અવીને શ્રેષ્ઠ એવા હસ્તિનાગપુર નામના નગરમાં શંખ શ્રેણીની લક્ષમી નામની કાંતાથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. સર્વાંગસુંદરી તેનું નામ પાડ્યું. અર્થસંપન્ન નામવાળી તે ઇંદુલેખાની જેમ શનૈ: શનૈ: વધતી કળાઓની સંપૂર્ણતાને પામી.
હવે એક દિવસે વ્યાપારાર્થે અશેકશ્રેણી હસ્તિનાપુર આવ્યું. ત્યાં નેત્રને અમૃતજન સમાન તેણીને જોઈને શખશ્રેષ્ઠીને કહેવા લા:--“હે શ્રેષ્ટિન! રૂપ, સૈભાગ્ય અને સૈજન્ય વિગેરે ગુણેથી આ કન્યા મારા સાગહત્ત નામના મોટા પુત્રને ખરેખર લાયક છે.” તે સાંભળી ગ્ય સંબંધના વિજ્ઞાનથી હૃદયમાં ખુશી થતા શંખશેછીએ તરતજ તેના ચરણ ધેઇને તેને સર્વાંગસુંદરી આપી. પછી અશેકષ્ટી તથા શંખશ્રેણીએ કરેલા વિવિધ પ્રકારના ઉત્સવથી સાગરદત્ત સર્વાંગસુંદરીને પરણે. તે પણ પતિની સાથે સાકેતપુર નગરે જઈને ત્યાં દશ દિવસ રહી મુદિત થઈ સતી પોતાના પિતાને ઘેર આવી. - હવે એક દિવસે સાગરદા પોતે પિતાની આજ્ઞાથી મનમાં મુદિત થઇ પત્નીને તેડવા માટે શ્વસુરને ઘેર ગયે, ત્યાં ઉંચા પ્રકારના અને સાચા દિલના આતિથ્યથી પ્રસન્ન થયેલ તે બુદ્ધિમાન ઉપરના મજલા પર તેને સુવા માટે નિર્માણ કરેલા ખંડમાં પલંગ ઉપર જઈને બે ઉચા પ્રકારના શૃંગારને ધારણ કરીને કામદેવની પતાકા સમાન સર્વાંગસુંદરી હજી એટલામાં ત્યાં આવી ન હતી, તેટલામાં તેના