________________
યુગાદિદેશના. રાશી એકઠી થવાથી પ્રાપ્ત થાય તેવા અને પાપના મૂળરૂપ આ
જન્મને ધિક્કાર છે કે જ્યાં જન્મથી ઇંદ્રિયસુખ તે બધું પરાધીન જ હોય છે. વળી સ્ત્રીઓ પતિને ઘેર દાસીની માફક મેહથી નિરતર નીચ કૃત્ય કરે છે, તે વિષયને પણ ધિક્કાર થાઓ. અહે! વિષયની આશંસા અને તૃષ્ણથી ચંચળ ચિત્તવાળા થઈને નિર્ભાગી પ્રાણીઓ આ અપાર સંસારમાં વ્યથજ કલેશ પામે છે. તંદુલમસ્યની જેમ અછતા ભેગેની પ્રાર્થના કરતાં અહે! કેટલાક કામવિહુવળ જનો અને લોકથી ભ્રષ્ટ થાય છે. ઉત્કૃષ્ટ સંપદાના સમૂહથી પ્રાપ્ત થાય તેવા ભેગ અથવા તે અનંત જ્ઞાન અને આનંદના સાક્ષીરૂપ
ગ-એ મહાત્માઓની પ્રસન્નતાવડેજ પ્રાપ્ત થાય છે. પ્રાય: અનાદિકાળના અભ્યાસથી નીરની જેમ નિરંતર નીચે ગમન કરનારા અને હમેશા પાપક્રિયામાં રક્ત એવા કેટલાક પ્રાણુઓ તો ધર્મને જાણતાજ નથી. અને કેટલાક ધર્મને જાણતાં અને શ્રદ્ધતાં છતાં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી ગૃહસ્થપણને મૂકી શકતા નથી, પરંતુ ગૃહસ્થાશ્રમમાં ધર્મ કયાં છે? કે જ્યાં આરંભમાં ભીરૂ છતાં ભવ્ય
માત્ર પિતાના ઉદરને માટે દરરોજ છકાય જેની વિરાધના કરે છે. માટે સ્વર્ગ અને મેક્ષની નિ:સરણી તુલ્ય, શાંતરસરૂપ જળના પ્રવાહ સમાન અને દુઃખદાહના ઔષધરૂપ એવી તપસ્યા (દક્ષા) જ હવે મને યુક્ત છે.)
આ પ્રમાણે દુખથી ઉત્પન્ન થયેલા જ્ઞાનગર્ભિત વૈરાગ્યના રગથી જેની વિષયની આશંસા ઉચ્છિન્ન થઈ ગઈ છે એવી તે સતી પિતાને કહેવા લાગી:–“હે તાત! મારા દુઃખથી દુઃખિત થઇને તમારે મનમાં લેશ પણ સંતાપ ન કરે કે મૂળથીજ આ બિચારી પતિના સંગથી સજાયેલી છે. કારણ કે યથાર્થ પરબ્રહ્મના અનંત સુખમાં હું સ્પૃહાવાળી છું, વળી એકાંત દુ:ખના સ્થાનરૂપ આ સંસાર ત્યાગ