________________
૭૮
યુગાદિદશના. આ પ્રમાણે અત્યંત વાત્સલ્યને સૂચવનારાં માતપિતાનાં વચને સાંભળીને સાગરદત્ત વિવાદેવધુને ત્યાગ કરી કાંઈક શાંતિને પાપે.
હવે પદ્મશ્રી અને મલશ્રીના જીવ સ્વર્ગથી વીને કેશલા નામની મહાપુરીમાં નંદન શ્રેણીને ઘેર પ્રીતિમતી નામની તેની સ્ત્રીની કુક્ષીથી લાવણ્યયુક્ત ભાવાળી શ્રીમતી અને કાંતિમતી એવા નામથી પુત્રીપણે અવતર્યા. કામદેવના કિડાવનસમાન અને યુવકનું મન મુગ્ધ કરનાર વન વયે પ્રાપ્ત થતાં તેમના શરીરનું સૌંદર્ય કે અજબ પ્રકારનું થયું. પરસ્પર ગાઢ સ્નેહથી એક બીજાના વિયેગને સહન કરવામાં અસમર્થ હોવાથી તેમને પિતા તે બંનેને કેઇ એક ગૃહસ્થને ત્યાંજ આપવાને ઇચ્છતો હતું, પણ શેકશ્યપણામાં સ્નેહ છતાં દુનિંવાર ર સંભવે છે, એટલા માટે તે શ્રીમાન એક ભર્તારને આપવા ઇચ્છતો નહતું. પિતાની પુત્રીના ગુણ અને શીલાદિકથી તેમને પગ્ય એવા બે ભાઈરૂપવરની સવીત્ર શેધ કરતે કરતે તે સાકેતપુર આવ્યું. ત્યાં અશકશેઠના બંને પુત્રને જે તેની યોગ્યતાને મનમાં વિચાર કરીને મુદિત થઈ તેણે સાગરદત્ત અને સમુદ્રદત્તને પિતાની બંને પુત્રીઓ આપી. તેમાં સાગરદત્ત સાથે લગ્ન શ્રીમતીને પરણે અને સુકૃતી સમુદ્રદત્ત કાંતિમતીને પરણ્ય. શીલ ભાગ્યથી સુશેભિત એવી પોતપોતાની પૂર્વજન્મની પત્નીને પામીને તે બને ભાઈઓ નિબિડ પ્રીતિવાળા થઈ બહુજ સુખી થયા.
અહીં સાગરદત્તના ગયા પછી આવાસભુવનમાં આવતાં ત્યાં પિતાના પતિને ન જોઇને સર્વાંગસુંદરી બહુ ખેદ પામી સતી હદયમાં વિચારવા લાગી કે મારા પ્રીતમ મારે માટે અહીં આવ્યા હતા, તે અત્યારે સસ્નેહ અને શીલયુક્ત એવી મને અકસ્માત મૂકીને ક્યાં ગયા હશે? હવે જે કદાચ મારે સ્નેહ છતાં મારા પર દયની આશંકા કરીને તે ચાલ્યા ગયા હશે, તે પહેલા કેળીયામાં મક્ષિકાપાત જેવું