________________
યુગાદિદેશના. સવદિપર ચિરવિયેગથી દુ:ખી થયેલી માતાએ હર્ષાશનું સિંચન કર્યું. પ્રિય અને સુંદર શ્રેણીને ઘેર સપુત્રના જન્મની જેમ આઠ દિવસ સુધી આનંદપૂર્વક વર્ધાપન મહત્સવ પ્રત્યે * હવે એક દિવસે અવસર પામીને મસ્તકપર અંજલિ જોડી સરસ્વતી દેવદિનને વિનયથી આ પ્રમાણે વિનવવા લાગી:–“હે સ્વામી! પરણીને કાંઈ પણ કારણથી પતિએ એને તરત તછ દીધી એટલે તેના વિગથી દુઃખિત થઇને આ બિચારીએ દીક્ષા લઈ લીધી, એ હેતુથી આ લેકે મારું વિરાગ્ય કંઇક જ્ઞાનગભિત છતાં દુખગર્ભિત સ્પષ્ટ રીતે માનશે તે કારણથી અને બાળચાલ્યથી તમારી પાસે મેં જે ઉદ્ધત વાક્ય કહ્યું હતું, તે પણ એકવાર સિદ્ધ તે કરી બતાવવું જ એવી ઇચ્છા થવાથી-આ બે કારણેને લીધે બાલ્યાવસ્થાથી તત્ત્વનો બંધ થતાં મારું હૃદય વિષયોથી વિરકત હતું અને ચારિત્ર લેવાની ઇચ્છા હતી છતાં આટલે વખત હું ગ્રહણ કરી શકી નહિ. હવે પુણ્યના યોગે બધા અંતરા દૂર થઈ ગયા છે, માટે હે સ્વામિન ! હવે ચારિત્ર લેવાની અને અનુજ્ઞા આપે. આ પ્રમાણે તેનું વચન સાંભળીને જેણે તેની સાથે અત્યંત દઢ પ્રેમ બાંધેલ છે, એવો દેવદિન મનમાં બહુ ખેદ પામીને સરસ્વતીને કહેવા લાગ્ય:- “હે પ્રિયે! દુવિ. દગ્ધ એવા મેં વિનય અને ઔચિત્યવતી છતાં તારા જેવા સ્ત્રીરત્નને આટલે વખત દુવિનીત માની લીધી, માટે મને ધિક્કાર ! અજ્ઞાન અંધકારથી અંધ થયેલા એવા મારી પાસે પુન: દીપશિખાની માફક અત્યારે તે પોતે પિતાને પ્રકાશિત કરી, તે હે ગુણવતી ક! આવી રીતે પિતાને પ્રકાશિત કરીને દઢતાયુકત તું પ્રેમી એવા મારે અત્યારે અકસ્માત શા માટે ત્યાગ કરે છે? હે પ્રિયા ! આ તારે વિચાર પ્રશસ્ય છે, પણ તપશ્ચરણ ચતુર્થાશ્રમમાં ઉચિત છે, તાંબૂલમાં જેમ શકે. રાનું ચૂર્ણ યુક્ત નથી, તેમ તે વનવયમાં ઉચિત નથી, હે વહાલી પ્રાય: સર્વ તીર્થકરે અને તત્ત્વજ્ઞ પુરૂએ પણ વનવયમાં વિષય