________________
યુગાદિદેશના એક દિવસ જિનેશ્વર ભગવંતની પૂજા કરીને તેમની આગળ અરિહંતપદના ધ્યાનમાં લીન થઇ કાત્સગે રહેલા અને અહંદુભક્તિના પ્રભાવથી જેના અશુભ કર્મ ખપી ગયા છે એવા તે શેઠને “હવે તારી અભીષ્ટ સિદ્ધિ પાસે છે એ રીતે સ્પષ્ટ બેલતા કેઈપણ દેવે તેના સત્કર્મથી પ્રેરાઈ ત્યાં આવીને પાકેલા બે આમ્રફળ અને એક તેની ગોટલી તુષ્ટ થઈને સમર્પણ કરી. સાક્ષાત્ મળેલી તે વસ્તુઓ જોઇને શેઠ હાર્ષિત થઈ વિચાર કરવા લાગે કે –“ નિશ્ચય આ કેઈ સાધર્મિક દેવ મારાપર પ્રસન્ન થયેલ છે અને આજે મારા હૃદયના દુ:ખને દૂર કરવા માટે મને આ વસ્તુ સમર્પણ કરીને તેણે ભાવિ બે પુત્ર અને એક પુત્રીરૂપ ત્રણ અપત્યની પ્રાપ્તિનું સૂચન કરેલું છે.”
પછી વિશેષરીતે હષિત હૃદયથી સદ્ધર્મનું આચરણ કરતાં તેમને અનુક્રમે બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ અપત્યો થયાં. “આ મારા ઘરના ધનને સ્વામી એ હેતુથી શ્રેષ્ટીએ પહેલા પુત્રનું ધનપતિ એવું નામ રાખ્યું અને તેના નામને અનુસારે પછીના બે અપત્યનાં અનુક્રમે ધનાવહ અને ધનશ્રી એવાં નામ રાખ્યાં. વખત આવતાં શ્રેષ્ઠીએ સાર ઉપાધ્યાય પાસે તે ત્રણેને યોગ્ય કળાએ શીખવી. પછી પદ્મશ્રી અને કમલશ્રી નામની બે વણિક સુતાઓની સાથે મેટા મહોત્સવથી શ્રેષ્ઠીએ અને પુત્રને વિવાહ કર્યો અને સુદરશેઠના રૂપ અને સૌભાગ્યશાળી પુત્ર સાથે યૌવનવતી ધનશ્રીને પણ તેણે પરણાવી.
ધનથી દશ દિવસ આનંદથી સાસરે રહીને માબાપને મળવાની ઉકાથી પિતાને ઘેર આવી. એટલામાં તત્કાળ ઉત્પન્ન થયેલા કેઈતીવ્ર અને અસાધ્ય વ્યાધિની પીડાથી દુવેગે અકસ્માત તેને પતિ મરણ પામ્યા. પિતાના પતિના મરણની ભયંકર ખબર