________________
૭૦
યુગાદિદેશના. થી પૃપાપાત કરે, તે વખતે જો શુભભાવ રહે તે પ્રાણીઓ અંતર થાય છે. જેમાં માંત્રિક લેકે પાત્રમાં ( સ્થાનકમાં) દેવ (વિષ) ને નિયમિત (કબજે) કરીને પછી મંત્ર પ્રયોગથી તેને મારે છે, (દૂર કરે છે, તેમ તપરૂપ અગ્નિવડે આત્માને નિયમિત કરીને ડાહ્યા માણસ શરીરને કસે છે (અંકુશમાં રાખે છે). હે શુભે !
અગ્નિના દાહથી ભયભીત થયેલ આત્મા તત્કાળ ઉડી ગયા પછી નિર્જીવ શરીર બાળવાથી શે ગુણ થાય ? કાષ્ટભક્ષણથી સ્ત્રીઓનું જે પતિમાર્ગનુસરણ છે, તે પણ વ્યવહારમાત્રથી છે, વસ્તુતાએ તે તેનું પરિણામ કાંઈ નથી. સ્નેહથી સાથે મરતા જીવે પણ કમની પરવશતાથી પરકમાં ભિન્ન ભિન્ન ગતિ પામે છે.” (એક સ્થાનકે ઉપજતા નથી.) ઘુવંશમાં પણ કહ્યું છે કે___ " रूदता कुत एव सा पुन-ने शुचा नानुमृतेन लभ्यते;
परलोकजुषां स्वकर्मभि-गतयो भिन्नपथा हि देहिनाम." બતે કાંતા હવે રૂદન કરવાથી, શેક કરવાથી કે તેની પાછળ મરી જવાથી પણ કયાં મળવાની હતી? કારણ કે પિતાના કમવિશથી પરલેકવાસી પ્રાણુઓની ભિન્ન ભિન્ન ગતિ થાય છે.”
માટે હે વત્સ! આ બાલમરણના અધ્યવસાયને હદયથી છોડી દઈને શ્રદ્ધાથી સર્વ દુ:ખોના ઔષધરૂપ આહુત ધર્મનું આચરણ કરે અને યથાયોગ્ય દાન દેતી, ઉજવલ શીલ ધારણ કરતી, શક્તિ પ્રમાણે તપ આરતી અને શુભ ભાવના ભાવતી સુખે અહીં રહે. અહીં આપણે ઘેર નિરંતર રહેવાથી અને અતિ પરિચયથી તારી અવજ્ઞા થશે, એમ મનમાં લેશ પણ શંકા રાખીશ નહિ. કેમકે તું જે આપીશ, તેજ બધું મારે ઘેર ખવાશે અને તે જ પહેરાશે. તું જે શુભાશુભ કરીશ તે બધું સર્વને પ્રમાણ છે. આ પ્રમાણેનાં સુધાસમાન શીતળ વચનોથી આશ્વાસન આપીને શ્રેષ્ઠીએ પુત્રીને મરણના અધ્યવસાયથી અટકાવી.