________________
યુગાદિદેશના. વામાં સાક્ષરૂપ એ દયામય શુદ્ધ ધર્મ, ભવભીર ડાહ્યા માણસેએ સર્વ પ્રકારે આરાધ જોઈએ. જે કર્મ કરતાં પર પ્રાણીઓને પીડા થાય, એવું કમ મન, વચન અને કાયાથી કુશલાથી પુરૂષોએ કદાપિ કરવું નહિ. અને વધ, બંધન વિગેરે કરવારૂપ પાપ એક વાર પણ કરવામાં આવે, તે તેને જઘન્ય વિપાક દશગણે થાય છે અને તિવ્ર કે તીતર શ્રેષરૂપ પરિણામના વાશથી કર્યું હોય તે તેને વધતો જાતે વિપાક કમથી (અનુક્રમે) અસંખ્યગણે પણ થાય છે. આગમમાં પણ
" वहमारणअब्भरकाण-दाणपरधणविलोवणाइणं; सव्वजहन्नो उदओ, दसगुणीओ इक्कसिकयाणं." " तिव्वयरे उपएसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो; कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुयरो वा."
વધ, મારણ, આળ દેવું અને થાપણ ઓળવવી, વિગેરે પાપ એક વખત કરવાથી તેને સર્વથી જઘન્ય ઉદય દશગણો હોય છે. પરંતુ તીવ્રતર પ્રષિવડે કરવાથી તેને વિપાક સોમણે થાય, લાખગણે થાય, કેટિગણે થાય અને કેટકેટિગણે થાય અથવા તે તે કરતાં પણ વધારે થાય.” બીજા (અન્ય) પરના વેષથી કરવામાં આવેલ વધાદિ ઉગ્ર પાપ તો દૂર રહે; પરંતુ કપટગભિત ધર્માખ્યાન પણ આગળપર મહાદુ:ખકર થાય છે. જેમ છદ્મગર્ભિત ધર્મોપદેશ પણ પોતાની ભાભીને દુ:ખને હેતુ થવાથી ધનશ્રીને અંતે દુ:ખકારી થયો હતો. તે દષ્ટાંત આ પ્રમાણે –
અનેક શ્રીમંત શ્રાવકેથી વ્યાક એવા વસંતપુર નામના નગરમાં શુદ્ધ વ્યવહારવાળે, વાણીમાં કુશળ, ત્યાગી, ભેગી, બુદ્ધિને ભંડાર કરવામાં આવતાં અશેર દુષ્કર્મોથી વિરામ પામેલે અને ધન ધાન્યની સમૃદ્ધિવાળે પરમ શ્રાવક ઘરેશ્વર નામે શેઠ હતો.