________________
યુગાદિદેશના.
૬૭ શીલાદિક સદ્દગુણોથી સુશોભિત અને શ્રેષ્ઠ ભક્તિવાળી લક્ષ્મી નામે તેને સ્ત્રી હતી, તે સ્ત્રી દિવ્ય રૂપની શોભાથી પણ ખરેખર લક્ષ્મીજ હતી. પૂર્વ પુણ્યના પ્રભાવથી દઢ સ્નેહાનુબંધવાળા તે દંપતીને દિવ્ય ભાગ જોગવતાં કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસે રાત્રિના પાછલે પહેરે ક્યાંક ઉચ્ચાર કરાતો (બેલાત) આ લેક શય્યામાં સુખે બેઠેલા એવા તેમને કણુગોચર થા:
" यत्र न स्वजनसङ्गतिरुच्चै-यंत्र नो लघुलघूनि शिशूनि यत्र नैव गुरुगौरवचिन्ता, हन्त तान्यपि गृहाण्यगृहाणि."
જમાં સ્વજનોની ઉચા પ્રકારની સંગતિ નથી, જ્યાં નાના નાના બાળકે નથી અને જ્યાં વડિલોનું માન સાચવવાની કાળજી નથી, અહા ! ખેદની વાત છે કે, તે ગૃહ પણ અહજ છે. “જેને પુત્ર ન હોય તેનું ઘર શૂન્ય, જેને બંધુઓ ન હોય તેની દિશાઓ શૂન્ય, મુખનું હૃદય શૂન્ય અને દરિદ્રને સર્વ શૂન્ય છે. ઉચે કૂદ, નીચે પડેતો, ખલિત થઈ ચાલતો હતો અને મુખમાંથી લોળો વખતે એ નંદન કેઈ ભાગ્યવતી ભામિનીનાજ ઉત્સગમાં હેય છે.” આવી હકીકતવાળા લેક સાંભળીને એકાંત સુખસ્વાદ છતાં ત્યારથી અનપત્યપણાને લીધે તેમનું ચિત્ત અતિશય તપવા લાગ્યું. અત્યંત સુખના ઉપભેગની અંદર, કાચૂર્ણના સ્વાદમાં આવેલી કાંકરી જેમ દુસહ લાગે, તેમ તે દુ:ખ તેમને અસહ્ય થઈ પડ્યું. અપત્યની પ્રાપ્તિને માટે નાનાપ્રકારના દેવ દેવીની પૂજા, યંગ કે ભેગાદિ ધરવારૂપ મિથ્યાત્વને તેમને મિથ્યાષ્ટિઓ વારંવાર ઉપદેશ દેતા હતા, પરંતુ શુદ્ધ જૈનપણથી તેમનું સમ્યત્વ વિશુદ્ધ હોવાને લીધે તેમનું મેરૂસમાન નિશ્ચલ મન જરાપણ ચલાયમાન ન થયું. તીર્થકરની ભક્તિ, તપ તથા દીન અને દુઃસ્થિતને દાન વિગેરે સત્કૃત્ય કરવાથી તેઓ અનુક્રમે પિતાનું પૂર્વના અંતરાયરૂપ દુષ્કર્મ ખપાવવા લાગ્યા,