________________
યુગાદિદેશના. સિવાય મરણ પામીને તે વિકેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણાં પાપ આચરીને તે દુર્ગતિમાં ગયે. એમ નીચે નીચે પડતે તે એકેદ્રિય જાતિમાં જશે. ત્યાં એના પિંડરૂપ પાંચે થાવરકાયમાં વારંવાર ઉત્પન્ન થઈને વિપત્તિની ઉત્પત્તિના દુખથી આત્ત (આકુળ) થતો તે ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરશે.
પિતાના મરણ પછી શેક્સાગરમાં નિમગ્ન થયેલા દેવદિન્ને પરલોકવાસી પિતાની ઉત્તરક્રિયા કરી, પછી સ્વજનેએ મળીને તેને શેક નિવાર્યો અને પ્રિયંગુકીને સ્થાને તેને સ્થાપીને તેના પર કુટુંબ બના ભારનું આપણું કર્યું. તે પાપભીર, દાક્ષિણ્યવાન, સત્યશાળ અને દયાને ભંડાર, શુદ્ધ વ્યવહારમાં નિષ્ઠ, દેવ ગુરૂની ભક્તિને કરવાવાળા, સવપ્રણીત ધર્મમાં શ્રદ્ધાળુ, નિષ્કપટ હૃદયવાળે, સદ્દબુદ્ધિવાળો અને અનુક્રમે વધતી જતી મહત્ત્વપત્તિવાળે થયે તેવા પ્રકારના (ધમહીન) પિતાથી ઉત્પન્ન થયેલા આવા ધર્મચુસ્ત) દેવદિને જોઈને લેકે કહેવા લાગ્યા કે –“અહે! વિષવૃક્ષથી આ અમૃત જેવું સ્વાદિષ્ટ ફળ ઉત્પન્ન થયું. સમાન સ્નેહ અને શીળવાળા દેવદિન્ન અને સરસ્વતીને સુખપૂર્વક નાનાપ્રકારના દિવ્યભોગ ભેગવતાં રૂપ અને સૈભાગ્યથી સુશોભિત તથા વિનયયુક્ત જાણે શરીરધારી પુરૂષાર્થો હોય એવા ચાર પુત્રો થયા,
એક દિવસે જાણે નગરવાસીઓના પુણ્યથી આકૃષ્ટ થયા હોય એવા સમ્યક્રક્રિયા અને જ્ઞાનરૂપ ધનવાળા શ્રી યુગધરાચાર્ય ત્યાં પ. ધાર્યા. જેમ તુષિત પ્રાણુઓ નિર્મળ જળથી ભરેલા સરોવર પાસે જાય, તેમ પુણ્યવંત પરજને ઉત્સાહથી એમની પાસે આવ્યા. શ્રદ્ધાળુ હૃદયવાળે અને ચતુર દેવદિન્ન પણ સરસ્વતી સાથે તેમના વચનામૃતનું પાન કરવાને આવ્યું. દાહની શાંતિ તુષાને ઉછેદ અને મળનું પ્રક્ષાલન કરવાના હેતુથી જંગમ ભાવતીર્થરૂપતેઓએ આ પ્રમાણે ઉપદેશ આપવો શરૂ કર્યો-“સ્વર્ગ અને મોક્ષનું સુખ આપ