________________
યુગાદિદેશના. સુખ ભેગવાને વૃદ્ધાવસ્થામાં વ્રત લીધું છે. માટે અત્યારે યથેચ્છ કામગ સેવીને (ભેગવીને) વૃદ્ધવયમાં આપણે બંને સાથે વ્રત અંગીકાર કરશે. આ પ્રમાણે પતિના ઉપધથી સરસ્વતી પિતે તત્વજ્ઞ છતાં પુર્વના ભેગફલકમ ભેગવવાને માટે ગૃહસ્થાશ્રમમાં રહી. પરંતુ સંસારમાં રહ્યા છતાં સુધાસદશ પુણ્યબેધથી તે પતિવ્રતાએ પિતાના પતિને પ્રતિબેધીને તેને શુદ્ધ આહત ધર્મ શીખવ્યું. એટલે કમે કમે તે હદયની શુદ્ધ અને શ્રેષ્ઠતર પરિણતિયોગે આવશ્યક ક્રિયામાં ઉદ્યત થઇને નિશ્ચય શ્રાવક થયે કહ્યું છે કે
" सामग्गिअभावेवि हु, वसणेवि सुहेवि तहा कुसंगेवि जं न हायइ धम्मो, निच्छयओ जाण तं सड्डे."
સામગ્રીના અભાવે, દુઃખ આવતાં, સુખ આવતાં તેમજ કુસગતમાં પણ જે ધર્મને ન તજે, તેને જ નિશ્ચયથી શ્રાવક જાણવે.” ૌવનવયમાં પણ આસ્તિકપણાથી જેમની નિષ્ઠા ધર્માનુષ્ઠાનમાંજ વર્તે છે અને નિરંતર પાપથી જેમનું હૃદય ભય પામે છે, એવા પુત્ર અને પુત્રવધૂના સંસર્ગથી તેમજ તેમના ઉપદેશથી પણ અતિ ભારે કર્મના ઉદયને લીધે પ્રિયંગુ શેઠના હૃદયમાં લેશ પણ ધર્મ પરિણમે નહિ. અને તેનામાં પૂર્વ કહેલાં જે જે દૂષણે હતા તેમાંથી એક પણ વય પરિપકવ થયા છતાં ઓછું ન થયું. તે ધન, ધાન્ય, મણિ, સુવર્ણ રૂ, અને કુખ્યાદિમાં અત્યંત મૂચ્છિત થયે સતે તેમજ મેહથી કામભોગને વિષે નિત્ય તીવભિલાષ ધરતો સત નિરંતર સર્વત્ર
મારૂ મારૂં? એ મંત્રનો જાપ કરતે, ધર્મ કે સત્કર્મનું નામ પણ લે નહિં. ચાર પ્રકારના આર્તધ્યાનથી અને કઈ કઈ વખતે રૈદ્રધ્યાનથી પ્રિયંગુશેનું સમગ્ર જીવન એમને એમનિલ વ્યતીત થયું. છેલ્લે અવસરે પણ પોતાના ભારે કર્મીપણાથી ધર્મ કે પ્રભુને યાદ કર્યા