________________
"
R
યુગાદેિશના.
પહેરાવ્યા, તે વખતે વહાણના સવ માણસાના અધિપતિ થઇને મેલમુક્ત સવિતાની જેમ તે અધિક દ્વીપવા લાગ્યા.
હવે વિનયથી પતિનું આરાધન ( સેવા ) કરતી અને શૃંગાર રસની નીક તુલ્ય સરસ્વતી સાથે આનંદ કરતાં તેણે પેાતાના ચિત્તની અંદર રહેલી કલુષતાને ત્યજી દીધી અને મનમાં હતિ તેમજ પાતાના માતાપિતાને મળવાને ઉત્કંઠિત એવા તે ચતુર અનુક્રમે સુખે સુખે પાતાના નગર પાસે આવ્યા. તે વખતે પુત્ર અને વધૂના કુશળ આગમનથી શેઠ બહુ ખુશ થયા અને પેાતાના હાથમાં માટી ભેટ લઇને રાજાને પ્રણામ કરી તેણે પોતાના પુત્રનું આગમન જણાવ્યું. રાજાએ પણ સંતુષ્ટ થઈને તેના પ્રવેશ ઉત્સવ કરવાને છત્ર, ચામર, વાછત્ર, અને પટ્ટહસ્તી શેઠને અપાવ્યા. તે પછી રાજાના પ્રસાદથી પ્રાસ થયેલ તે બધુ લઇને શેઠ પોતાના સ્વજન શ્રીમતાની સાથે માટી ઋદ્ધિ ( આડંબર ) પૂર્વક પેાતાના પુત્રની સન્મુખ ગયા. ત્યાં નેહુથી પગે પડતા ( નમતા ) નનને આલિંગન કરતા અને પાતાના વચનનિર્વાહ કરવાવાળી, વિકસ્વર સુખકમળવાળી અને દૂરથી વિનય પૂર્વક નમન કરતી એવી વધૂને સ્નિગ્ધ દૃષ્ટિથી જોતા તે શેઠ સંસાર સુખના સર્વસ્વના અનુભવ પોતાના મનમાં કરવા લાગ્યેા. હવે વાકોએ નાના પ્રકારના વાદ્ય વગાડ્યે તે અને લીલાસહિત વારાંગનાઆએ નૃત્ય કર્યું. છતે, પછવાડે મ’ગલગીત ગાનારી એવી કુલીન કાંતાઓ વડે ગવાતા, ચાતરફથી ચારણેાવડે જયજય રાખ્તથી વખણાતા, દીન અને દુ:સ્થિત યાચકા પર સુવર્ણ અને વસ્ત્રોથી મેધની જેમ વરસતા અને પૂર્વભવના પુણ્યસમૂહથી લોકોવડે પ્રશસા પામતા પાતાના પુત્રને મસ્તક પર છત્ર ધારણ કરાવી, વધૂ સહિત હાથી ઉપર બેસારીને મોટા આડ’ભરપૂર્વક હર્ષિત થયેલા એવા શ્રેષ્ઠીએ નગ૬માં પ્રવેશ કરાવ્યા. પછી ઘેર આવેલા અને પ્રિયાસહિત પગે લાગતા
૧ વાદળાના ઘેરાવાથી મુક્ત થયેલ સૂ'ની જેમ.