________________
યુગાદિદેશના. માણે ત્યાં રહીને બધું કામકાજ તે કરવા લાગ્યું. લેકે કહેવા લાગ્યા કે--અહે! આ શ્રેણીપુત્ર સેમદત્તની કેવી અદ્દભુત કુશળતા ! તે મહાભાગ્યશાળી જણાય છે કે જગતને ઠગવાવાળી એવી આ પરિવાજિકાને પણ તેણે ઠગી લીધી. » આ પ્રમાણે સર્વત્ર લેકેથી પ્રશંસા પામતી સરસ્વતીએ પિતાની ઇચ્છાથની સિદ્ધિ થવાથી લાવેલ કરિયાણું વેચીને બહુ કિંમતી મણિ મુકતાદિ વસ્તુઓથી વહાણ ભર્યું. પછી નીતિમાં નિપુણ એવી તેણીએ સ્વદેશ જવાની ઈચ્છાથી રાજપાસે વિદાયગિરિ માગી. તે વખતે દાન અને સન્માનપૂર્વક તેને અતિશય સત્કાર કરીને રાજાએ કૂટબુદ્ધિને તેની પાસેથી છોડાવી.
પછી ત્યાંના શ્રેષ્ઠીઓને યથાવિધિ દાન સન્માનથી સત્કાર કરીને સરસ્વતી પિતાના પરિવાર સાથે નાવમાં બેસીને સ્વદેશ તરફ ચાલી.
એક દિવસે રસ્તામાં પિતાને પુરૂશ તજી દઇને અને સ્ત્રીને ઉચિત દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને સરસ્વતી દેવદિશ્વને કહેવા લાગી:– “હે પ્રભે! મને અત્યારે ઓળખી શકે છે?” તેને જોઈ “આ શું ?' એ રીતે મનમાં સંભ્રાંત થઈને તે બે -“હું કાઈ સમજી શકતે નથી.” ત્યારે તે કહેવા લાગી:–“જેને તમે પરણીને તેજ વખતે તેના પિતાને ઘેર મૂકી દીધી હતી તે જ હું તમારી પત્ની સરસ્વતી છું. આટલે વખત હું આહત ધર્મનું આચરણ કરતી મનમાં ધીરજ ધારીને પિતા અને સસરાને ઘેર રહી હતી. અત્યારે તમે દુ:સહ એવી મહા આપત્તિમાં આવી પડ્યા છે, એમ જાણીને પરિણામિક બુદ્ધિવાળા એવા સસરાજીએ મને તમારી પાસે મોકલી. તે પછી જે થયું તે બધું તમે જાણે છે. આ પ્રમાણે સાંભળીને તે શ્રેષ્ઠીપુત્રે પિતાની પત્નીને ઓળખી લીધી. સર્વાગે રેમાંચિત થતો અને આ નંદથી અત્યંત પુષ્ટ થતો તે જરા વિલક્ષ્ય મુખવાળે થઇને લજ્જાના વશથી નીચું જોઈ રહ્યો. તે વખતે વિનય અને ઔચિત્યમાં કશલ એવી તે કલબાલિકા લજજા, વિષાદ અને સસંભાતપણાને દૂર કરવા માટે કહેવા લાગી. “હે સ્વામિન! છળથી તમને જીતીને પેલી પરિવા