________________
જ
યુગાદિદેશના. વરસને થયે, ત્યારે એક દિવસે કામલક્ષ્મી નગરની બહાર જેટલામાં પાણી ભરવા ગઈ તેટલામાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્વામી મકરદેવજ રાજાએ અકસ્માત આવીને સૈન્યથી તે નગર ઘેરી લીધું. તે વખતે દ્વારપાળેએ નગરના બધા દરવાજા એકદમ બંધ કર્યા, ત્યારે કેટલાક ચાલાક નગરવાસીઓ ભાગી ગયા અને બહાર ગયા હતા તે બહાર જ રહ્યા. ચારે બાજુથી સૈન્ય આવેલું જોઇને ભયથી ગભરાઈને કામલક્ષ્મી નાસવા લાગી, એટલામાં કેઈ સીપાઈએ તેણીને પકડી લીધી. તે બહુ સુરૂપવતી હોવાથી તેણે મકરધ્વજ રાજાને અર્પણ કરી. તે તેને જોઈને કામાંધ થયો અને તરત પોતાના અંતઃપુરમાં મોકલી દીધી. હવે અન્ન, ઘાસ, કાષ્ટાદિ ન મળવાથી આખું નગર દુ:ખી થવા લાગ્યું. તે જોઈને હિતબુદ્ધિથી તે નગરના રાજાએ મકરક્વજ રાજાને માગ્યા પ્રમાણે દંડ આપે, એટલે તે સંતુષ્ટ થઈને તરત પિતાના નગર ભણી ચાલ્યો ગયો. હવે કામલક્ષ્મીના રૂપાદિ ગુણોથી માહિત થઈને તે રાજાએ તેણીને પટરાણી કરી અને સવની સ્વામિની બનાવી દીધીબીજી કેળવતી અને શીલવતી રાણીઓ હતી. તેમની અવગણના કરીને કામાંધ થઈ તે તેણુનેજ પિતાની જીવિતેશ્વરી માનવા લાગ્યો. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખના સંયેગથી તે રાજા અતિ રાગી બનીને નિરંતર તેને સંતુષ્ટ રાખવા પ્રયત્ન કરતો હતો તે છતાં પણ તે લેશમાત્ર સતેષ પામતી ન હતી. બાલ્યાવસ્થાથી તે વેદસાર વિપ્રપર પ્રીતિવાળી હેવાથી રાજાના સન્માનના સુખને તે વિષ સમાન માનતી હતી. આ પ્રમાણે નિરંતર વિરકત એવી કામલક્ષ્મી સાથે અત્યંત રકત થઇને વિલાસ કરતાં વીશ વરસ ચાલ્યા ગયા. તે હમેશાં એમજ વિચાર કરતી કે આ રાજાના ઘરમાંથી કયારે મુકત થાઉ અને તે પતિને તથા તે પુત્રને આ નેત્રવડે કયારે જોઉં. આ પ્રમાણે નિરંતર આર્તધ્યાનને વશ થઇને ત્યાં કારાગૃહની માફક રહેતાં દુખે દિવસે ગાળતી હતી. એક દિવસ કામલક્ષ્મી પૂર્વના નેહથી વિચાર કરવા લાગી:–“ અહા ! આટલા વર્ષો ગયા છતાં મારો ભત્તર અને પુત્ર મને મળ્યા નહિ માટે
તેણીને હવે અમલમge થઇ