________________
યુગાદિદેશના.
૩ બે અભવ્ય અને દૂરભવ્ય તે હર્ષિત થઇને બહુજ સુખ માનવા લાગ્યા, ભવ્ય સુખ અને દુ:ખ ન માનતો રહે,આસન્નસિદ્ધિક દુ:ખ માનવા લાગ્યા અને તદ્દભવસિદ્ધિક તે અત્યંત દુઃખ માનવા લાગે.
એક દિવસે અનુકૂળ પવનથી ત્યાં વૃક્ષે પલ્લવિત થયા. તે જેઇને અભવ્ય આ પ્રમાણે કહેવા લાગ્ય:–“આ વૃક્ષમાં હવે થોડા વખતમાં પુષ્પ અને ફળ આવશે, માટે આપણું ભાગ્ય હવે ઉપસ્થિત થયું. દૂરભળે તેની વાત આનંદથી કબૂલ કરી લીધી. ભવ્યને તો તે સાંભળીને હર્ષ કે વિષાદ કાંઈ પણ ન થયે, અને આજે હર્ષનું સ્થાન હોય તો પછી વિષાદનું સ્થાન કર્યું ??આ પ્રમાણે આસન્નસિદ્ધિક અને તદ્ભવસિદ્ધિક કહેવા લાગ્યા.
હવે ભાંગેલ વહાણની નિશાની એક વૃક્ષ ઉપર બાંધીને તેઓ પિતપતાના વૃક્ષનું રક્ષણ કરતા સુખે રહેવા લાગ્યા. તે નિશાની જેવાથી સુવિત્ત નામને કઈ વહાણવટી આ દ્વીપમાં કઈ ભગ્નનાવ છે એમ સમજ્યો. કૃપાળુ હૃદયવાળા તેણે તેજ વખતે તેમને લાવવાને નાવ સાથે પોતાના માણસે ત્યાં મોકલ્યા તેઓએ વહાણવટીની વાત કહીને તેમને આ પ્રમાણે કહ્યું--“દુ:ખના સ્થાનરૂપ એવા આ દ્વીપમાં રહેતાં તમે નાશ ન પામો (દુઃખી ન થાઓ) એટલા માટે અમારી સાથે ચાલે, અમે તમને શીઘ સમુદ્રને પેલે પાર લઈ જઇશું ? તે સાંભળીને અભવ્ય :– અરે! અહીં આપણને શું દુ:ખ છે? જુઓ, અહીં સ્વયંસિદ્ધ વૃક્ષરૂપ સારૂં ઘર છે અને પુષ્પ ફળાદિક સુખેથી આપણને મળે છે. અત્યારે તે આ વૃક્ષ પણ પલ્લવિત થયા છે, એટલે સલ્ફળની સમૃદ્ધિ સન્મુખ જ છે, તથા હૃદય અને શરીરને આનંદ આપવાવાળી આ પત્ની પણ સદા પાસે જ છે. સમુદ્રને પેલેપાર જતાં આપણને આ કરતાં શું અધિક સુખ મળવાનું છે? અને વળી જળમાર્ગે જતાં જીવિતને પણ સદેહ ભાસે છે. માટે આ દ્વીપ સારે છે, હું તો પેલેપાર આવવાને નથી.”
૧ ભાંગેલા વહાણના નીકળેલા ઉતારૂઓ.