________________
યુગાદિદશના. કહેવા લાગી—“ હે તાત! તમે બીજા કેઇને પણ મને આપશે તે ખરાજ, તે પછી કુળ, સ્વભાવ, વય અને વિદ્યા વિગેરેથી તે મારે લાયક છે.” સરસ્વતીના આવા ઉત્તરથી સંતુષ્ટ થઈને સુંદરશેઠ બ્રાહાણની સાથે પ્રિયંગુ શેઠને ઘેર ગયા, અને પોતાની કન્યા તેણે દેવદિજાને આપી. પછી શુભ લગ્નમાં મોટા મહત્સવથી પરસ્પરના - સન્માન તથા સત્યારથી તેમને વિવાહ સરસ રીતે (આનંદદાયક) થયા, પરંતુ દુષ્ટ દદયવાળે દેવદિત્ત સરસ્વતીને પરણીને તેજ વખતે તેણીને તેના પિતાને ઘેર મૂકીને પિતાને ઘેર ચાલે આવ્યો. મિત્રો અને સબંધીઓએ લોકવિરૂદ્રાદિ અનેક યુક્તિઓથી તેને ઘણીવાર સમજાવ્યો; પણ તે સરસ્વતીને તેના પિતાને ઘેરથી પિતાને ત્યાં લાવ્યો નહિ. પ્રિયંગુ શ્રેષ્ઠી કંઇ કંઇ બાનાથી તેણીને ઘરે લાવવા ઇચ્છતા હતાપણ પિતાને પુત્ર દૂભાશે એવા ભયથી તે કઇ દિવસ તેને પોતાને ઘેર લાવી શકે નહિ. મન, વચન અને કાયાથી નિમલ શીલ પાળતી સરસ્વતી ખેદરહિત પિતાને ઘેર રહેવા લાગી. અને દેવદિ પિતાના પ્રસાદથી નિશ્ચિત થઈને મિત્રોની સાથે ઉદ્યાનાદિને વિષે નિરંતર નાના પ્રકારની કીડાઓ કરતે ફરવા લાગ્યો.
હવે એક દિવસે બે ત્રણ મિત્રોની સાથે વાત કરતાં વ્યગ્ર મન વડે લીલાપૂર્વક રાજમાર્ગે ચાલતાં સરત ચૂકથી દેવદિને સકધ, માગમાં સામે આવતી કામ પતાકા નામની રાજમાન્ય પણુગના (વે
શ્યા) સાથે અથડાઇ ગયે. રાજાની પ્રસાદપાત્ર એવી તેણીએ મનમાં બહુજ ખેદ પામીને દેવદિનને હાથ પકડી ઇર્ષો સહિત આ પ્રમાણે કહ્યું–વનમાં પોતે કમાયેલ લક્ષ્મીને ત્યાગ (દાન) ભેગાદિથી જોગવતાં માણસને કદિ આવે ગર્વ હોય તો તે યોગ્ય છે, પરંતુ તુ તે પિતાની લક્ષ્મીનો ઉપગ કરે છે, છતાં હે શ્રેષ્ટિકુમાર ! મિથ્યા અહંકારને ધારણ કરીને સ્કધથી માણસેને આઘાત કરતે આમ શું ચાલ્યા જાય છે? સોળ વર્ષનો થયા છતાં જે પુત્ર પિતાની લક્ષ્મી ભગવે છે, તે પૂર્વના ત્રણ સંબંધથી જ તેને ત્યાં આવેલે સમજો. કહ્યું છે કે