________________
પ૭
યુગાદિદેશના. ઉપર સંકટ આવ્યું ત્યારે ફૂટબુદ્ધિના નિગ્રહના ભયથી તેના બધા પરિજને તરતજ ત્યાંથી પલાયન કરી કયાંક ચાલ્યા ગયા. પવે પણ ઘણું પરદેશી વ્યવહારીયાઓને, છળથી તેમનું સર્વસ્વ હરણ કરીને તેણીએ આ પ્રમાણે દાસ બનાવ્યા હતા.
હવે ફૂટબુદ્ધિને વેર દાસ થઈને રહેલો દેવદિજ નીચ કામ કરતાં અતિ દુ:ખાપ્ત થતો મનમાં આ પ્રમાણે વિચાર * કરવા લાગ્યો:–“ ધન મેળવવાને મેટા મનેરથથી અહીં
આવતાં અહા વિધાતાએ મારી કેવી દુરવસ્થા કરી મૂકી ? માણસ જુદી રીતે ધારણ કરે છે, અને દૈવ તેથી અન્યથા કરી મૂકે છે. ભૂષણને માટે વીંધવામાં આવેલ દરિદ્વીઓના કાનમાં ભૂષણને બદલે મેલ ભરાઈ રહે છે. શરણરહિત, દીન અને પરાધીન એવા મારૂં જીવિત પણ અહીંજ જેમ મારું સર્વસ્વ ગયું તેમ જશે. આ જગતમાં એ કઈ કૃષ્ણ ચતુર્દશીને જન્મેલો નથી, કે જે મને આ દુષ્ટ સ્ત્રીના દસકમથી છોડાવે, તે પણ આ મારૂં યથાસ્થિત વૃત્તાંત કઈ રીતે પ્રયત્ન કરી લખી મોકલીને મારા પિતાને જણાવ્યું. પછી સ્વદેશમાં જતા કેઇ સાર્થવાહના હાથથી તેણે પોતાની નીશાનીવાબે લેખ પિતાને મેકો. થોડા દિવસ પછી પ્રિયંગુ એષ્ટિને તે લેખ મળે. પિતાના પુત્રની દુઃસ્થિતિ વાંચીને (જાણુને) તે ઉંચે સ્વરે રડવા લાગ્યો.
હવે દેવદિ જે દિવસે પ્રયાણ કર્યું, તેજ દિવસે શ્રેષ્ઠી પિતાની પુત્રવધૂ સરસ્વતીને સ્નેહથી પિતાને ઘેર તેડી લાવ્યો હતો. આજે અકસ્માત પિતાના સસરાને દુખાકુલ જેને “ આજ કઇક નવીન છે ? એવી આશંકારૂપ શલ્યથી તે આકુલ વ્યાકુલ થઇ ગઈ. એટલે તરતજ સસરા પાસે આવીને સસરાને નમન કરી આંખમાં આંસુ લાવીને તે પૂછવા લાગી:–“હે તાત! તમે આજ અકસ્માત દુ:ખિત કેમ છો ? ” નિસાસો નાખીને પ્રિયંગુ શ્રેષ્ટિએ ગદ્ગદ્ સ્વરે તેને કહ્યું:--પરદેશમાં દુદૈવયોગે દેવદિનની દુર્દશા થઈ છે. » વાઘાત