________________
યુગાદિદેશના. ચણવામાંજ સાવધાન હતા, પરંતુ તે વખતે ઘણા કિમતી શણગાર સજીને અભિનવયૌવના દેવદત્તની પુત્રી કટાક્ષપાત કરતી ત્યાંથી નીકુળી, તેના રૂપમાં વ્યગ્રચિત્ત થઈ જવાથી હું જરા શૂન્ય બની ગયે અને તેથી ઈટ બરાબર ગોઠવી શકો નહિ, તે એમાં મારે છે રાષ? » સૂત્રધારને ઉત્તર સાંભળી રાજાએ તેણીને પણ બોલાવીને કહ્યું કે “હે મુધે! જ્યાં એકાગ્ર મનથી સૂત્રધાર ઘર ચણતો હતો,
ત્યાં તું શામાટે નીકળી?” દેવદત્તસુતાએ જવાબ આપે કે --“હું રાજન ! હું મારા સંબંધીને ઘેર જતી હતી, ત્યાં રસ્તામાં ઉભેલા નગ્ન પરિવ્રાજકને જોઈને લજજાવેશના વિશથી આડે માર્ગે ચાલતાં ત્યાં થઈને જવું પડ્યું, તેથી એમાં મારો લેશ પણ અપરાધ નથી, તે સાંભળી પરિવ્રાજકને લાવીને રાજાએ ધથી કહ્યું કે --“હે નિલજજ ! રાજમાર્ગમાં નગ્ન થઈને શામાટે ઉભો હતે? તે કહેવા લાગે: “હે પૃથ્વીનાથ ! શ્વાસને ઉચે ચડાવીને હું ત્યાં ચિરકાલ ઉભે હતો, પણ અધને શીખવતા એવા આપના જમાઈએ માર્ગમાં મને ખલિત કર્યો, માટે આપ ન્યાયમાર્ગથી જુઓ કે એમાં મારે શે અપરાધ છે?” તે જમાઇને પણ બેલાવીને રાજા રેષથી કહેવા લાગ્યો– નગરીની અંદર બધા લેકેને જવા આવવાના માગે કેમ તમે ઘડાને વિવિધ ચાલ શીખવવા ફર્યા? 2 રાજપુત્ર કહેવા લાગ્ય: --“હે રાજન ! એમાં મારો લેશ પણ અપરાધ નથી, પરંતુ મને એવી બુદ્ધિ આપનાર વિધાતાજ દોષપાત્ર છે. તે સાંભળી રાજા સભ્યને કહેવા લાગ્ય-વિધિને પણ બલતકારથી બાંધીને અહીં હાજર કરો, કારણ કે હું કેઈને પણ દુનય સહન કરવાને નથી.” તે વખતે ધૂર્ત સભાસદે કહેવા લાગ્યા: “હે દેવ! તમારા પ્રચંડ શાસનથી ભય પામીને સાપરાધપણાથી તે તે જ વખતે ખરેખર ભાગી ગયો લાગે છે. પરંતુ પ્રચંડ શાસનવાળા એવા તમારી પાસેથી પલાયન કરીને પણ હેદેવ! તે વિધિ સૂર્યથી શીયાળિણીની જેમ કેટલું દૂર જ? માટે જ્યાં ત્યાંથી પણ માણસ પાસે બાંધીને અહીં મંગાવી લેશું. આવા પ્રકારનાં છેટાં છતાં સાચાં