________________
યુગાદિદેશના.
૪૭ કબુદ્ધિ બીજાઓને પણ ઉન્માર્ગને ઉપદેશ આપતે હતો.એક દિવસે પ્રીતિમતીએ સારા લક્ષણવાળે પુત્ર પ્રસબે, એટલે શ્રેષ્ઠીએ હર્ષિત થઈને તેને વધામણું મહત્સવ કર્યો. પિતા વિગેરેએ તેનું દેવદિન એવું નામ રાખ્યું. નિરંતર પાંચ ધાત્રીઓથી લાલન કરાતે તે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. યોગ્ય અવસરે ભાગ્ય અને સૈભાગ્યના સ્થાનરૂપ એવા તેને ભણવાને માટે પિતાએ કળાચાર્ય (બ્રાહ્મણ)ને ઘેર મૂક્યો. તે પણ ઉઘોગી થઈને અનુક્રમે બહેતર કળા શિખવા લાગ્યો. હવે તેજ ગામમાં સુદર નામને ધનિક સાથે રહેતો હતો, રૂપમાં રતિ કરતાં ચઢીયાતી, ગુણદિવડે બીજા બાળકને શરમાવનારી અને સ્ત્રીએમાં મુગટ સમાન એવી સરસ્વતી નામે તેને પુત્રી હતી. તે પણ નિરંતર કાળજી રાખીને તેજ કલાચાર્યની પાસે સીજનને ઉચિત એવી ચોસઠ કળાઓ શિખતી હતી. એક દિવસે કાંઈક અનુચિત કામ થયે છતે, ઉપાધ્યાય મનમાં અતિશય ક્રુધ લાવીને પોતાની સ્ત્રીને નિયરીતે માર મારવા લાગ્યું. તે વખતે દેવદિજાદિ બધા વિદ્યાર્થીિઓ દયા મનવાળા થઈને તરત અંદર આવીને ઉપાધ્યાયને અટકાવવા લાગ્યા. સરસ્વતી તે હકીક્તની અવજ્ઞા કરીને પિતાના સ્થાનથી ઉઠી પણ નહિ, તેથી દેવદિ મનમાં આશ્ચર્ય પામીને એકાંતમાં તેણીને પૂછવા લાગ્યો. “હે સુભગે! ઉપાધ્યાય જ્યારે પિતાની સ્ત્રીને મારતા હતા. તે વખતે કેમ તે ઉઠવાની પણ દરકાર કરી નહિ ? આ સાંભળીને તે જ મુખ મરડીને બોલી કે -- આ કનારીની ચિંતાથી મારે શું પ્રજન છે?'દેવદિત્ત કહે- “ આ કનારી શી રીતે?” ત્યારે પુન: તે કહેવા લાગી:–“સુનારી તે તેજ કહેવાય કે જે પોતાના દાસની જેમ પતિ પાસે ઘરનાં કામ કરાવે અને આપત્તિ વખતે તેને સહાય કરે, અને જે તેમ કરવાને અસમર્થ હોય તો પતિની આજ્ઞા પ્રમાણે ચાલે. તેથી આ તેનારી છે કે પોતે તેવી શકિત નહીં છતાં પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી નથી. એટલે પિતાના લક્ષણેએજ તે કુતરીની જેમ કૂટાય છે.” સર્વ પુરૂષની અવજ્ઞાથી ગાજતું