________________
કહ્યું
યુગાદિદેશના. નરકગતિએ ખુશી થઈને આ પ્રમાણેનું પોતાના પતિનું વચન માની લીધું. પછી “અરે! મારે ત્યાં આવવું તો છે, પણ ઘણે કાળ વ્યતીત થયા પછી આવીશ.” એમ જ્યારે દૂરભવ્યે કહ્યું, ત્યારે તેની તિયગ્ગતિ પત્ની બેલી:–“હે નાથ! તમે આ ઠીક બેલ્યા, મારે તે કબૂલ છે. પછી ભથે તેમને આ રીતે કહ્યું:“ હમણા તમે ચાલ્યા જાઓ, કારણકે કેટલાક વર્ષો પછી હું ત્યાં આવવાને વિચાર રાખું છું. આ બેલ તેની નૃગતિ કાંતાએ માની લીધો. પછી હું એક વગ્સ પછી આવીશ.” એમ આસન્નસિદ્ધિકે કહ્યું, એટલે તેની સ્વગતિ ભાર્યા બેલી:-- “હે પ્રિય! આ તમે ઠીક લ્યા. તે જોઈને તેમજ સાંભળીને “અહે! આ દંપતીઓનું મન,વચન અને કાયાથી જેવું પ્રકૃતિસાદશ્ય જોવામાં આવે છે, તેવું બીજે કયાઈ જેવામાં આવ્યું નથી. દંપતીને સંગ દૂર દૂરથી એકત્ર મળે છે, પરંતુ તેમાં ગુણ, રૂપ અને પ્રકૃતિ વિગેરેનું મળતાપણું થવું એ ખરેખર વિધાતાની જ કુશળતા છે. કહ્યું છે કે –
"तत्तिल्लो विहिराया, जाणइ दूरेवि जो जहिं वसइ; जं जस्स होइ सरिसं, तं तस्स बिइन्जिअं देइ."
“ચતુર વિધાતા જો કેઇ દૂર જઇને વસેલો હોય છે તે તેને પણ જાણેજ છે, અને જે જેને સદશ હોય છે તે તેને વહેંચી આપે છે. અર્થાત મેળવી આપે છે. આવી તરેહના તે ચાર કુલપુત્રોને જોઇને મનમાં વિચાર કરતા એવા તેઓએ “હવે તારે શું કરવું છે?” એમ તદુભવસિદ્ધિકને પૂછયું. એટલે તે બે કે –“હે નિષ્કારણ બાંધવે ! કાળના વિલંબ વિના અહીંથી મને દુરંત દુ:ખ. સમુદ્રને પેલે પાર લઈ જાઓ. આ સ્થાન મધુલિત તરવારની ધારાના અગ્ર ભાગને ચાટવા બરાબર છે. અહીં ઘણું પ્રકારનું દુ:ખ છે અને સુખ તે અતિ તુચ્છમાત્ર છે. આ પ્રમાણેનું પોતાના પ્રિયનું કથન સાંભળીને સિદ્ધિગતિ તેની પત્ની હર્ષિત થઈને બેલી – કહે
૧ સ્વભાવનું સરખાપણું. ૨ મધવડે ખરડેલી તરવારની.