________________
યુગાદિદેશના. હેવા લાગે:-“હે પ્રભે! તમે જે કહ્યું, તે અમૃતના પાનની માફકે મને અત્યંત રૂચે છે; પરંતુ સ્ત્રી અપત્યાદિના પ્રેમબંધનથી હું બંધાઈ ગયો છું તેથી તે બધું મૂકી દેવાની જે કે ઇચ્છા છે છતાં ગુંહસ્થપણાને એકદમ હું મૂકી શકતા નથી, પરંતુ પ્રિયા અને અપત્યવિગેરેના પ્રતિબંધને આસ્તે આસ્ત છોડી દઈને આવતા વરસે હું જરૂર આપના ઉપદેશ પ્રમાણે વર્તીશ.” પછી બીજે વર્ષે સાધના ઉપદેશથી શ્રદ્ધાળુ થઈને તેણે તરત જૈની દીક્ષા ગ્રહણ કરી અને તેનું સમ્ય પ્રકારે આરાધના કરીને તે સ્વર્ગમાં ગયો. ત્યાં ઘણે કાળ સુખ ભેગવશે અને ત્યાંથી મનુષ્યગતિમાં આવીને મોક્ષ પામશે. હવે પુણ્યના માહાસ્યથી પૂરિત એવું સાધુનું વચન સાંભળીને તદુભવસિદ્ધિક હર્ષિત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો:– અનાદિકાળથી મેહનિદ્રાના વેગે નષ્ટ ચેતનાવાળા એવા મને, સાધુઓને વિષે શ્રેષ્ઠ એવા તમે સમ્ય પ્રતિબંધ આવે છે, ખરેખર! હું ધન્ય પુરૂ કરતાં પણ ધન્ય છું, કારણકે અત્યારે ઉન્માગે જતા એવા મને તમે સન્માર્ગના ઉપદેશક મળ્યા છે. આ અપાર સંસાર સાગરમાં બૂડતો એ હું, સદ્ધર્મનાવયુક્ત નિર્ધામક સમાન તમને પામે છું. પાંચ ઇન્દ્રિયરૂપ ચારેએ સ્નેહપાશથી બાંધીને શ્રુધા, પિપાસાદિ દા. ખથી પીડાતા એવા મને સંસારરૂપ કેદખાનામાં નાખે છે. ત્યાં જન્મ, મરણ, આધિ અને વ્યાધિરૂપ તજીનેથી (ચાબકાથી) દરરોજ માર ખાતે એ હું આટલે કાળ કઈ પણ શરણ પામ્યું નહેતે, અત્યારે સારા ભાગ્યેગે અશરણને શરણ આપવાવાળા અને બધનબદ્ધને મુક્ત કરવાવાળા એવા તમે મને પ્રાપ્ત થયા છે. સંસારમાં મનુષ્ય અને દેવતાની સંપત્તિ પામવી સુલભ છે; પરંતુ પ્રાણીએને સદગુરૂને સવેગ મળ અતિ દુર્લભ છે. અતિ આસક્તિથી ઘણી વાર એ રસે મેં મેળવ્યા (ભગવ્યા છે પણ પ્રાણુઓના જન્મ મરણને હરણ કરવાવાળું એવું સદ્દગુરૂના વચનરૂપ અમૃત કયારે પણ મેં મેળવ્યું નથી. વિદ્વાન માણસ પણ ગુરૂની સહાયતા વિના સમ્યતવને જાણી શકતું નથી. જેમ અંધકારમાં સારા નેત્ર