________________
યુગાદિદેશના. ને તે મુગ્ધ સમજીને કહેવા લાગે –“હે દેવી! આ ભયંકર સ્થાન જોઈને તું મનમાં જરા પણ ડરીશ નહિ. કારણ કે અહીં જે માણસ કરે છે, તેને ભૂત-પ્રેતાદિ છળે છે.” આ સૂઢ રાજા એટલું નથી જાણ કે તે દુષ્ટ તો બીજાને પણ ડરાવે તેવી છે. હવે ચડીનું મંદિર આવતાં અશ્વ ઉપરથી નીચે ઉતરીને અને કામલક્ષ્મીને તરવાર આપીને રાજા જેવામાં ચંડિકાની પૂજા કરવાને તત્પર થયો, તેવામાં છળ જેનારી એવી તેણુએ તેનું મસ્તક છેદી નાખ્યું. તરતજ જાણે રાજા સર્વાગથી દેવીને પ્રણામ કરતો હોય, તેમ ચંડીની આગળ લાંબો થઈને પડ્યો.
હવે બહુ હર્ષ પામતી એવી કામલક્ષ્મી તેના આભરણે લઇને મુખ્યદ્વાર (મરવારણ) પાસે સૂતેલા પેલા બ્રાહ્મણને તેણે તરતજ જગાડો. પરંતુ જાગીને પૃથ્વી પર પગ દેતાંજ તેને દુષ્ટ સર્પ કરડ, એટલે દેવગથી તે ત્યાંજ તત્કાળ મરણ પામે. હવે બંનેથી ભ્રષ્ટ થવાને લીધે કામલક્ષ્મી બહુજ ખેદ પામી અને ભયથી ગભરાઈને અશ્વ ઉપર આરૂઢ થઈ તરતજ ત્યાંથી ચાલી નીકળી. તે નિર્જન માગે એકાકી ગમન કરતાં તે ક્યાંય પણ ભય ન પામી. કારણ કે સીઓને જન્મ સાહસની સાથેજ થયેલો હોય છે. અનુક્રમે પરદેશમાં કેઈ નગરમાં જઈને એક માળીને ઘેર તેણે પોતાને અશ્વ બાંયો, પછી ઘણું વરસેથી રાજમહેલરૂપ કેદખાનામાં પડેલી તે આજે છુટી થઇ હતી તેથી સ્વેચ્છાએ ફરવાને ઈચ્છતી એવી તે રાતે કઇ હેવમંદિરમાં તબલાને અવાજ સાંભળી ત્યાં જેવા ગઈ. ત્યાં સર્વાગ અલંકૃત અને દિવ્યરૂપના સભાગ્યથી સુશોભિત અને નવીન પ્રકારની તેણને જોઈને કેઈ પણુગનાએ તેણીને પૂછયું કે “હે સુભગે! તું કેણુ છે? અને ક્યાંથી આવી છે? અને કેને વેર અતિથિ થઈ છે? આ પ્રમાણે આદરપૂર્વક પૂછતાં તેણે આ પ્રમાણે કપિત ઉત્તર આપ્યો કે એક દિવસે હું પિતાના ઘેરથી પતિની સાથે સાસરે જતી હતી, તેવામાં માર્ગમાં ધાડ આવી, ત્યાં સાથ બધો લુંટાઈ ગયો અને મારે સ્વામી મરી ગયે. ત્યાંથી આમતેમ ભાગતી એવી હું અધ ઉપર