________________
૩૬
યુગાદિદેશના. ક અને તદુભવસિદ્ધિક એવાં અનુક્રમે નામ હતાં. આ તરફ નિયપુર, તિયગપુર, નરપુર, સુરપુર અને સિદ્ધિપુર એ નામના પાંચ અતિ પ્રસિદ્ધ નગર છે. ત્યાં મહામોહ, અતિમૂહ, સંમેહ, મેહ અને ક્ષીણમોહ નામના પાંચ સાર્થવાહ રહે છે. તેમને અનુક્રમે નરકગતિ, તિય ગતિ, ગતિ, સ્વર્ગતિ અને સિદ્ધિગતિ નામની પાંચ પુત્રીઓ છે. તેઓ પોતપોતાની કન્યાઓને લઈને સર્વત્ર ઉચિત વરની શોધ કરતા સંસારપુરમાં આવી ચઢ્યા. ત્યાં પરસ્પર ધર્મવિચારને પ્રગટ કરતા પાંચ કુલપુત્રકને જોઈને તેઓ શું કહે છે, તે પાસે આવીને તેઓ સાંભળવા લાગ્યા. તેમાં પ્રથમ અભવ્ય કહેવા લાગે:-“પુણ્ય, પાપ, તેનું ફળ, ભેતા, પરક, જીવ તથા બંધ અને મેક્ષ-એમાંનું કશું નથી. શીતતા, ઉષ્ણતા, આતાપના, લોચ અને મલિનતા ધારણ કરવારૂપ વ્યથાઓ, ધર્મબુદ્ધિથી સહન કરવામાં આવે છે, પણ તે કેવળ કાયકલેશને માટે જ છે. ક્ષુધા, મરણ, તપકમ, પ્રજ્યા , ભેગવંચના સત્યાગ), દેવાદિની અર્ચા અર્થને (ધનને) વ્યયમન અને જટાધારણએ માત્ર દંભ જ છે. ધર્મકથાનું કથન એ મુલકને ઠગવા માટે જ છે. તેથી તારિક એવા વિષયો જ સ્વેચ્છાથી સેવન કરવા યોગ્ય છે. દૂરભવ્ય કહેવા લાગ્યો કે “ઈદ્રિયસુખને ત્યાગ કરીને પરલોકના સુખને માટે જે યત્ન કરે, તે પિતાના હાથે પક્ષીએને ઉડાડીને પાશ (જાળ) રચવા બરોબર છે. માટે જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ભોગવી લેવું, પી લેવું અને પહેરી લેવું એજ ધર્મ મને તે ઇષ્ટ લાગે છે.” ભવ્ય કહેવા લાગ્યો કે “ધર્મ અને અધર્મ બને સાસ છે, જાણ પુરૂષોએ તે બંનેનું સમાન ભાગે સેવન કરવું પણ એકમાં જ આસક્ત ન થવું. આસન્નસિદ્ધિક બેલવા લાગ્યો કે
ધમ એ સર્વ અર્થોનું સાધન છે, અને ચારે પુરૂષાર્થોમાં તે મુખ્ય છે, માટે સજ્જનેએ સાવધાન થઇને નિરંતર તેનું જ સેવન કરવું. પરંતુ આજીવિકા વિગેરેને માટે ગૃહસ્થાને ઉગ કરે યોગ્ય છે, તો પણ ઐહિક કાર્યોમાં તેમણે માત્ર બે ત્રણ પહેરજ વ્યતીત કરવા. એટલામાં નિર્દોષ બુદ્ધિવાળે તભવસિદ્ધિક કહેવા લાગ્યું કે-“ઉત્ત