________________
યુગાદિદેશના.
“ અસ્થિર, મલિન અને પરવશ એવા આ દેહથી જો સ્થિર, નિલ અને સ્વાધીન એવા ધમ સાધી શકાય-વધારી શકાય, તે પછી પ્રાપ્ત કરવાનું શું ખાકી રહે ? ” આ પ્રમાણે પાતાની માતાને શાસ્ત્રાક્તિની યુક્તિઓવડે સમજાવીને આત્મઘાતના વિચારથી પાછી વાળી, પાપશુદ્ધિ કરવાની ઇચ્છાથી તેણીની સાથે શ્રુતસાગરના પારંગત અને પાસેના ઉપવનમાં પધારેલા શ્રી ગુણાકરસૂરિને વાંઢવાને વેવિચક્ષણ તેજ વખતે ચાટ્ટા. ત્યાં જઇ આચાય મહારાજને વાંઢીને તે અને ચાગ્ય સ્થાને બેઠા, એટલે કૃપાળુ મનવાળા એવા તે ( આચાય ) આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા.
આ સસારમાં પિતા મરીને પુત્ર થાય, મિત્ર શત્રુ થાય અને માતા પુત્રી થાય, કારણ કે કર્મવા પ્રાણીઓને તેને કાંઈ પણ નિયમ હાતા નથી. એકજ પ્રાણીએ પ્રત્યેક જીવાને જન્મ આપ્યા છે. અને અપત્યસ્નેહના વરશે અનંતવાર તેને લડાવ્યા છે અને પાળ્યા છે. તેવીજ રીતે એક જીવે બધા જંતુઓને ક્રોધાવેશથી ઘણીવાર મારેલા છે અને પેાતાના શરીરની પુષ્ટિને માટે ઘણીવાર ભક્ષણ પણ કરેલા છે. માટે ખરી રીતે તા આ સસારમાં કાઈ કાઇને પોતાના કે પારકા નથી. છતાં અહા! અજ્ઞ પ્રાણીઓ રાગ અને દ્વેષના વાથી વૃથા પાપ ઉપાર્જન કરે છે. આ સંસારમાં જીવાના બધા સબંધ અનિયમિત છે, માટે વિવેકી પુરૂષા સ્રી પુત્રાદિના પ્રેમમાં બધાતા નથી. ( માહુ પામતા નથી. ) જે વસ્તુ એકને ગમતી હેાય છે તેજ વસ્તુ બીજાને અણગમતી હાય છે, તેથી વસ્તુઓમાં રમ્યારમ્યની વ્યવસ્થા પણ યથાર્થ સત્ય નથી. જયારે મન સ્વસ્થ હોય ત્યારે જગત્ અમૃત જેવુ લાગે છે, અને દુ:ખ આવતાં તેજ વિષમય ભાસે છે, તેથી મનના સપ પ્રમાણેજ વસ્તુ રમ્ય અરમ્ય લાગે છે. એટલા માટે મમતારહિત એવા ભવભીરૂ પુરૂષા રાગદ્વેષને અલગ કરી અખિલ વસ્તુઆમાં સમતા ધારણ કરે છે. ” આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે માતા પુત્ર સસારથી ઉદ્વેગ પામ્યા અને દીક્ષા લેવાને ઉત્સુક થયા. એટલે પુન: આચાર્ય આ પ્રમાણે તેમને કહ્યું:-- જેમ ચાખી ભીત