________________
યુગાદેિશના.
૧
ભૂમિમાં પેસવાને ઇચ્છતા હાય, તેમ મને નીચુ' મુખ કરીને પૃથ્વીપર દૃષ્ટિ કરી રહ્યા. પોતપાતાના દુર્ઘત્તાંતના પરિતાપરૂપ અગ્નિથી પરસ્પર બંનેનુ મન મળી જવા લાગ્યું અને લખાવેશમાં વશથી તેઓ એક બીજાની સન્મુખ જોવાને પણ સમથ ન થયા.
પછી નીર, અગ્નિ કે ભૃગુપાત વિગેરેથી પાતાના પાપની શુદ્ધિ કરવાને માટે આત્મઘાતની ઈચ્છા કરતી કામલક્ષ્મીને તે દ્વિજ કહેવા લાગ્યા:- હે માત! આત્મઘાત કરવાથી શું? તેમજ મંત વસ્તુના કે ગત બનાવના શોક કરવાથી પણ શુ? હવે તેા પાપના વિદ્યાત કરવાને તપક્રમમાં યત્ન કર, કારણ કે પ્રાણી આત્મઘાત કરવાથી પોતાના પૂર્વ કર્મથી મુક્ત થઇ શકતા નથી; પરંતુ તેનું ફળ ભોગવવાથી અથવા તેા તીવ્ર તપથીજ તે મુક્ત થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે:
" पावाण च खलु भो कडाणं कम्माणं पुवि दुञ्चिण्णाणं दुष्पडिकंताणं, वेइत्ता मुरको, नत्थि अवेइत्ता, तपसा वा सोसइसा
મ
',
“ કરેલાં પાપકમાં કે જે પૂર્વે ખપાવ્યા ન હેાય અથવા પડિકમ્યા ન હેાય તા તે વેઢવા વડેજ છૂટી શકે છે, વેઢવામાં ન આવે તા છૂટી શકતા નથી અથવા તપથી તે શાષી શકાય છે. ” માટે હું અખા ! તીવ્ર એવુ કાઇ તપકમ કર, કે જેથી અગ્નિવડે સુવર્ણ'ની જેમ આત્મા શુદ્ધ થાય. સાત ધાતુમય અને અસાર એવા આ માનવ દેહથી ડાહ્યા માણસા આત્માની શુદ્ધિ કરનાર એવા ધર્મરૂપ સારના સંગ્રહુ કરે છે. ” કહ્યું છે કે:
--
44 अस्थिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो; देहे जइ विप्प, धम्मो ता किं न पज्जसं "
૧ ભૈરવજય ખાવા-પર્વતના શિખર ઉપરથી શરીર પરંતુ મૂકી પ્રાણ ખાવા.