________________
યુગાદિદેશના.
૨૩ હવે પરદેશી બ્રાહ્મણોને જે યાચિત સ્વર્ણ-દાન આપું, તે અવશ્ય તેઓ લેભથી કયારે પણ અહીં આવે.” આ પ્રમાણે નિશ્ચય કરીને બાહાણેને ઈચ્છિત સુવ આપવા લાગી. સુવર્ણ દાનથી તેની કીર્તિ ચારે બાજુ પ્રસરવા લાગી. હવે એક દિવસે દારિદ્યથી દુ:ખી થત વેદસાર બ્રાહ્મણ પણ પિતાના છોકરાને સાથે લઈને ત્યાં આખ્યો, અને આશીર્વાદ આપીને તેણે તેની પાસે દ્રવ્યની યાચના કરી, એટલે કંઇક તેને પિછાનીને “તમે કેમ છો? ક્યાંથી આવ્યા છે? તમારી સ્ત્રી ક્યાં છે? તમારું કુટુંબ કેટલું છે ? આ તારી સાથે છે તે શું સંબંધી છે? આ પ્રમાણે તેને એકાંતમાં બેસારીને કામલક્ષ્મીએ પૂછયું, તે સાંભળીને અસંભાવનાથી અને ઘણું વરસો વીતી જવાથી તેને ન ઓળખતે વેદસાર પિતાનું ચરિત્ર મૂળથી કહેવા લાલમીતિલક નગરને રહેવાસી વેદસારનામનો હું બ્રાહ્મણ
છું. મારી ગુણવતી એવી કામલક્ષ્મી નામે ભાર્યા હતી. એક દિવસ વેદવિચક્ષણ નામના પોતાના એક વરસના પુત્રને મૂકીને તે પાણી લાવવાને ગામની બહાર ગઈ એટલામાં ત્યાં શત્રુનું લશ્કર અકસ્માત આવી ચડ્યું. જ્યારે તે સૈન્ય પાછું ચાલ્યું ગયું, ત્યારે તેની બધે ઠેકાણે મેં તપાસ કરી, પરંતુ તેના સમાચાર માત્ર પણ મને મળ્યા નહિ, પછી મારા સંબંધીઓએ બીજી સ્ત્રી કરવાને માટે મને બહુ આગ્રહ કર્યો પણ હું તેના સ્નેહને વશ હોવાથી બીજી સ્ત્રી પર નહિ. તે પછી મેંજ આ નાના બાળકને ઉછેરીને માટે કર્યો અને કંઈક મેટો થતાં તેને સારરૂપ બધી વિદ્યાઓ ભણાવી. સુવર્ણદાનથી પ્રસરતી તમારી પ્રસિદ્ધિ સાંભળીને દરિદ્રતાથી દૂભાયેલો હું આ મારા પુત્રને સાથે લઇને અહીં આવ્યો છું. * ( આ પ્રમાણે વેદસારે જ્યારે પિતાને વૃત્તાંત કહ્યું, ત્યારે મનમાં બહુ ખેદ લાવીને રાજાના નિગ્રહથી માંડીને કામલક્ષ્મી એ પણ પિતાને બધો અહેવાલ તેને કહ્યું, પૂર્વ સ્નેહના વિશે હજી પણ છે તેની સાથે જવાની ઈચ્છાવાળી હોવાથી કેટલાંક કિંમતી રત્ન આપીને તે એકાંતમાં આ પ્રમાણે તેને કહેવા લાગી:- હે પ્રિય!