________________
યુગાદેિશના.
મના રાજા હતા. સરલ સ્વભાવી, સૌમ્ય, કૃતજ્ઞ, પરદુ:ખને જાણનાર, દાક્ષિણ્યતાયુક્ત, ક્ષમાશીલ, ગભીર, રૂપમાં કામદેવ જેવા અને સર્વ વિદ્યામાં પાર્’ગત એવા વેદવિચક્ષણ નામના કોઇ પરદેશી બ્રાહ્મણુ તે રાજાના પુરાહિત હતા. એક વખતે રાજસભામાંથી બહાર નીકળતાં ચહુટામાં, ઉપરતું અને નીચેનું ફામરચિત્રુ તથા જાડું ક અળરૂપ વા જેણે પહેરેલુ છે અને માથા ઉપર જેણે એ ત્રણ છાશ વિગેરેનાં પાત્રા ધારણ કરેલાં છે, એવી રૂપવતી કોઇ ભરવાડની સી જોઇને તે ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા.— અહા! ક અને વસ્ત્રા અને જેના અયોગ્ય છે, એવા આ શ્રી રત્નને વિધાતાએ કેમ વિડ‘બ ના પમાડી હશે ? ખરેખર! વિધિ રત્નાષી છે!” આ પ્રમાણે તે વિ ચાર કરે છે એટલામાં આલાનસ્ત ભને ઉખેડીને સ્વેચ્છાએ આમતેમ ભ્રમણ કરતા રાજાના મદેાન્મત્ત હાથી ત્યાં આવી ચડ્યા. યમ જેવા ભય કર તે હાથી ત્યાં આવ્યે છતે ભયથી વ્યાકુલ થઇધા માણસો ચારે માજી ભાગી ગયા. તે વખતે ભરવાડણ પણ નાસવા લાગી, એટલામાં કાઈ પનીહારીની સાથે અથડાવાથી તે મને પડી ગઇ. પડી જતાં અનેનાં પાત્રા ભાંગી ગર્યાં. પણ ભરવાડણના મુખઉપર શાકની છાયા માત્ર જોવામાં ન આવી અને પનીહારી અતિશય રડવા લાગી. તેને રૂદન કરતી જોઇને તેના દુ:ખથી દુ:ખિત થઈ પુરાહિત તેને પૂછવા લાગ્યું:— ભદ્રે ! તુ' આમ કેમ રડે છે? ” તે પણ બહુ દુ:ખે કેરીને કહેવા લાગી: “હું બધા! સાંભળે, મારા રૂદનનુ કારણ એટલુંજ છે કે, મારી સાસુનો સ્વભાવ અહુજ ખરાબ છે, તેથી તે મારી ઉપર ગુસ્સે થરો અને અને ઘડા ફૂટી જવાથી તે વિશેષ ગુસ્સે થઇને મને ઘરમાં પગ મૂકવા નહિ દે અને ખાવાનું પણ આપશે નહિ. તે રાષ લાવીને એમજ કહેશે કે, આજે તારા ભજનના મૂયથીજ એ ઘડા વેચાતા લઇશ. તેથી મને બહુ દુ:ખ થાય છે અને રડવુ' આવે છે. ” પુરોહિતને દયા આવી તેથી તેણે એ ધડાની કિંમત જેટલા પૈસા તે પનીહારીને આપીને વિદાય કરી.
२०
*