________________
૧૪
યુગાદિદાના. નેને માટે પરસ્પર તે બનેને કલહ થવા લાગે. “હવે તે બધું નિધાન મને જ મળશે.” આવા વિચારથી સંચયા પણ ખુશ થતી થતી કઈ કારણસર નિધાન પાસે ગઈ, એટલામાં દુષ્ટ નાગણ તેને પણ ડશી, તેથી તે તત્કાલ પંચત્વ પામી. લેભના ઉદયથી તે પણ પિતાનાજ ઘરમાં કુતરીરૂપે અવતરી. તેને બહુ મારતાં પણ મોહના પ્રભાવથી તે ઘરનું આંગણું કદી મૂક્તી નહિ. નિધિમાં લુબ્ધ થઈ સાગરે કઈગને વિષથી મારી નાખે તે પણ ઘરની અંદર જ કાળના જે ભયંકર અપ થયો. પિતાનું નિધાન જોઇ લોભથી તે ત્યાં જ નિરતર રહેવા લાગ્યો. એકદા સાગર જ્યારે તે નિધાન લેવા આવ્યા ત્યારે પિતાના પૂર્વ વિરથી તેને તે ડચે. તે પણ તરતજ મરણ પામી તે નિધાનની પાસે નોળીયો થયો. નિધાનના લોભથી નિરંતર તે બને પણ પરસ્પર લડવા લાગ્યા. - એકદા શેઠ દુકાનેથી ઘેર આવ્યા ત્યારે ડુંગરને પિતાના પગ ઉપર પગ ચડાવીને બેઠેલા જે. શેઠે કઈક કામ બતાવ્યું પણ તેણે કશે ઉત્તર પણ ન આપે, કારણ કે અભિમાનથી તેની ડોક ઉચી ને ઉચીજ રહી હતી અને પિતાને તે સર્વોત્કૃષ્ટ માનતો હતો. પિતાની અવજ્ઞાથી અને પુત્રના અવિનયથી રૂદ્રદેવ કેપ લાવીને બળતે ઝળતિ ડુંગરને કહેવા લાગ્યા:-હે મૂઢ! તારા બીજા ગુણે તે દૂર રહે પરંતુ કમાઈને ખાતાં પણ નથી આવડતું. પિતાના માનમાં ખેટા અભિમાનને ધારણ કરતાં તને શરમ નથી થતી?)
" स्वचित्तकल्पितो गर्वः, उपहासाय जायते; उत्क्षिप्य टिटिभः पादौ, शेते भङ्गभयाझ्वः."
પિતાના મનમાં પેટે ગર્વ રાખવાથી માણસ હાંસીપાત્ર થાય છે. (આકાશના પડવાથી) પૃથ્વી ફૂટી જવાના ભયને લીધે ટીટોડી પિતાના બંને પગ ઉચા કરીને સુએ છે. '