________________
યુગાદિદેશના. ગમે તેવા ઔષધથી પણ મરી ગયેલા માણસે કદી જીવતા થતા નથી, એવી સર્વજ્ઞ ભગવાનની વાણી છે. ત્યારે અગ્નિશિખારૂપધારક સેવ કહેવા લાગે –“તે સપિણીના ભાવમાં મેં અણસણકર્યું હતું તેથી હું દેવ થઈ છું અને અત્યારે આ રૂપ ધારણ કરી અહીં આવી છું. રૂદ્રદેવ કહેવા લાગ્યા:–“હે મુશ્કે! હમણા તે તું અવિતિ છે, તો સર્વવિરત એવા અમને તુ કેમ વંદન કરતો નથી ?” દેવતા કહેવા લાગ્ય:–“તમને અત્યારે સર્વવિરતિ કયાં છે? કષાચોનું પરિણામ ઘણું માઠું હોય છે, એમ પ્રથમથી તમે જાણે છે છતાં પણ તમે કષાયથી કલુષિત આશયવાળા થયા છે અને દુષ્કર્મના દેષથી, ધમકમમાં હમેશાં સહાય કરનારા એવા સાધુઓથી સેવિત, ઐહિક અને આમુમ્બિક સુખશ્રેણીનું કારણ, મૂલ અને ઉત્તર ગુણને સમૂહ જેમાં રહેલો છે અને જે પુણ્યનું ભંડાર છે એવા ગચ્છને ત્યાગ કરીને દુ:ખ અને દુર્ગતિના કારણભૂત અને સાધુઓએ નિદિત એવા શિથિલાચારીપણાને તમે પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે પરિણામે હિતકારક એવા ધર્મને તેમને ઉપદેશ આપીને વીજળીના પ્રકાશની માફક તરતજ તે દેવતા અદશ્ય થઈ ગયો. તે દેવના ઉપદેશથી રૂદ્રદેવ અને ડુંગરને સંવેગ ઉત્પન્ન થયે. એટલે તરતજ તે બને મુનિ પાછા મૃતસાગર આચાર્યની પાસે વ્રત લેવાને આવ્યા. “ક્રોધ અને માનની અધિકતાથી તમને વ્રત દુરારાધ્ય છે.” એમ ગુરૂએ જ્યારે કહ્યું, ત્યારે રૂદ્રદેવમુનિ સવેગને પામ્યા સતા બોલ્યા કે –“હે ભગવન્ ! નિમિત્ત પ્રાપ્ત થતાં પણ યાજજીવ હું જરા પણ કેપ નહિ કર !આ પ્રમાણે વ્રતમાં વધારે ઉત્કંઠિત થઇને આચાર્ય મહારાજની સાક્ષીએ તેણે અભિગ્રહ લીધે. તેમજ “મેટા, લાન, બાલ, વૃદ્ધ અને તપસ્વી એ સર્વને હું યાવજીવ વિનય કરીશ.” એ પ્રમાણે સર્વની સમક્ષ ડુંગરમુનિએ પણ અભિગ્રહ લીધો. એટલે રૂદ્રદેવ અને ડુંગમુનિને અભગ વૈરાગ્યના રંગથી રંગાયેલા જાણીને ગુરૂએ તેમને આયણ આપીને પૂર્વની પેઠે ગચ્છમાં લીધા.